રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૧વાટકો મેદાનોલોટ
  2. ૧ચમચી બેકિંગ પાઉડર
  3. ૧/૨ચમચી સોડા
  4. ૧/૨વાટકી દહીં
  5. મીઠુ સ્વાદમુજબ
  6. પાણી જરૂર મુજબ
  7. અમુલ બટર
  8. ૨ચમચી ઘી મોણ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલ મા મેદા નો લોટ ઉમેરો.ત્યાર બાદ તેમા સ્વાદ મુજબ મીઠુ, બેકિગ પાઉડર, સોડા, ૨ચમચી ઘી નુ મોણ નાખો. પછી બધુ બરાબર મિક્સ કરી લો ને પછી તેમા દહીં નાખો. ત્યારબાદ તેમા જરૂર પડે એમ પાણી નાખી ને સોફટ કણક ત્યાર કરો.

  2. 2

    કણક ત્યાર થય જ્યાં એટલે એને તેલ વારો હાથ કરી ને કલાક વાર એને કપડા મા વીટી ને રેસ્ટ આપો. પછી લોટ ને મસળી ને એક લુવો લો. ને અટામણ લઈ ને વણી લો. પછી તેને એક સાઇડ પર પાણી લગાવો. પાણી વારી સાઈડ ને નીચે ના ભાગે રાખવી પછી ધીમિ તાપે શેકાવા દો. નીચે ની બાજુ બરાબર શેકાઈ જાય એટલે લોઢી ને ગેસ પર ઉધી કરી ને બીજી બાજુ શેકવી ને લોઢી ને ફેરાવતા જવુ એટલે બધી બાજુ સરખી શેકાઈ જાય પછી બટર લગાવો.

  3. 3

    તો ત્યાર છે આપણી નાન તેને પંજાબી શાક, ડુંગળી, ટામેટા ના સલાડ, છાશને પાપડ જોડે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Dipali Kotak
Dipali Kotak @cook_23922517
પર

Similar Recipes