બટર નાન (butter naan recipe in gujarati)

Dhara Mandaliya
Dhara Mandaliya @cook_26179517

ઠંડા વાતાવરણમાં સબ્જી અને બટર નાન ની મજા માણો.

બટર નાન (butter naan recipe in gujarati)

ઠંડા વાતાવરણમાં સબ્જી અને બટર નાન ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસથી પંદર મિનિટ
ચાર વ્યક્તિ
  1. 2 ટે સ્પૂનમેંદો
  2. ૨ ટી.સ્પૂનખાંડ
  3. ૨ ટે સ્પૂનદહીં
  4. ૨ ટે સ્પૂનતેલ
  5. ૧/૨ ટી સ્પૂનબેકિંગ સોડા
  6. ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  7. સ્વાદ અનુસારમીઠું
  8. બટર (લગાવવા માટે)
  9. પાણી

રાંધવાની સૂચનાઓ

દસથી પંદર મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં મેંદાનો લોટ લો.

  2. 2

    તેમાં મીઠું ખાંડ તેલ ઉમેરો.

  3. 3

    પછી તેમાં દહીં ઉમેરો.

  4. 4

    પછી દહીંમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરો. પછી દહીંને ફીણી લો.

  5. 5

    પછી બધો લોટ ભેગો કરી રોટલી જેવો લોટ બાંધો.

  6. 6

    પછી તેને તેલ લગાવી લોટને આછા ભીના કપડાથી ઢાંકી દો અથવા પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરીને મૂકી દો. એની ઉપર ફીટ વાસણ ઢાંકી દો.

  7. 7

    લોટ ને ૨ થી ૩ કલાક સુધી રહેવા દો

  8. 8

    પછી લોટને મસળી લુઆ પાડી વણી લો.

  9. 9

    વણેલી નાનની એક બાજુ પર તલ અને કોથમરી ભભરાવો.

  10. 10

    તેની બીજી બાજુ તેના પર પાણી વાળો હાથ ફેરવી એ ભાગ લોઢી ઉપર મૂકો તે ચોટી જશે.

  11. 11

    પછી લોઢી ને ઊંઘી વાળી થોડીવાર થવા દો. પછી બીજી બાજુ થવા દો.

  12. 12

    બંને બાજુ થયા પછી ઉતારી લો. તેના પર બટર લગાવો.

  13. 13

    પછી ગરમ સબ્જી જોડે ગરમ બટર નાન પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Mandaliya
Dhara Mandaliya @cook_26179517
પર

Similar Recipes