સૂકી તુવેરનુ શાક (Sooki Tuvernu Shak Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

આજે વિદેશી વાનગીની મજા માણવામાં આપણા દેશી ભાણું ને પણ માણી લ‌ઈએ.
આજે મેં સૂકી તુવેરનુ શાક, મિક્સ લોટના રોટલા સાથે મગની દાળનો શીરો,દૂધીનો ભૂકો બનાવ્યો.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ સૂકી તુવેર (6 કલાક સુધી પલાળી રાખો)
  2. 1સમારેલી ડુંગળી
  3. 1સમારેલું ટમેટું
  4. મીઠા લીમડાનાં પાન
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીઆદુની પેસ્ટ
  8. 1 ચમચીલસણની પેસ્ટ
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. 2 ચમચીકિચન કિંગ મસાલો (એવરેસ્ટ)
  11. 1/2 ચમચીગોળ
  12. 1/2 ચમચીગરમ મસાલો
  13. મીઠું સ્વાદાનુસાર
  14. 1 ચમચીરાઈ
  15. ચપટીહિંગ
  16. 3-4 ચમચીતેલ
  17. સમારેલી કોથમીર
  18. રોટલા માટે
  19. 2 ચમચીરાગી નાગલી લોટ
  20. 2 ચમચીબાજરીનો લોટ
  21. 2 ચમચીજુવારનો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તુવેર બાફી લો અને પાણી સાથે લેવું.. એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ અને લીમડાના પાન ઉમેરીને ડુંગળી ઉમેરો. ત્યાર બાદ સમારેલું ટમેટું ઉમેરો 5 મિનિટ સુધી થવા દો.

  2. 2

    હવે બધા મસાલા ઉમેરો અને બાફેલી તુવેરનુ પાણી 1/2 કપ જેટલું ઉમેરી બરાબર મિકસ કરી 5 થી 7 મિનિટ સુધી થવા દો. તેલ છુટું પડે ત્યાં સુધી થવા દો.

  3. 3

    હવે તુવેર ઉમેરો અને બરાબર મિક્સ કરી 5 મિનિટ સુધી થવા દો.સમારેલી કોથમીર ઉમેરો. તૈયાર છે સૂકી તુવેરનુ શાક.

  4. 4

    ત્રણેય લોટ મિક્સ કરી ગરમ પાણી રેડી લોટ બાંધી રોટલા બનાવી લો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes