ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલોતરી નું શાક દરરોજ ખાવું જ જોઈએ. તો આજે મેં ફણસી બટાકા નું શાક બનાવ્યું.

ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલોતરી નું શાક દરરોજ ખાવું જ જોઈએ. તો આજે મેં ફણસી બટાકા નું શાક બનાવ્યું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫/૨૦ મીનીટ
૩ વ્યક્તિ
  1. ૧૫૦ ગ્રામ ફણસી
  2. ૨ નંગબટાકા
  3. ૧ નંગ ટમેટું
  4. કળી લસણ
  5. ૩/૪ ચમચી તેલ
  6. ૧ ટી સ્પૂનરાઈ મેથી
  7. ૧/૨ ટી સ્પૂનજીરું
  8. ૧/૪ ટી સ્પૂનહિંગ
  9. ૧/૨ ટી સ્પૂનહળદર
  10. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  11. ૧ ચમચીધાણાજીરૂ
  12. ૧ ચમચીમીઠું
  13. ૧/૨ ટી સ્પૂનખાંડ
  14. ૧/૨ ટી સ્પૂનકિચન કિંગ મસાલો
  15. જરૂર મુજબ પાણી
  16. ગાર્નિશ કરવા માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫/૨૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ફણસી અને બટાકા ને ધોઈ અને સમારી લેવા. ટામેટાં ને ધોઈ અને સમારી લેવા. લસણ ફોલી ને જીણું સમારી લેવું.

  2. 2

    કુકરમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી જીરું હિંગ સૂકા લાલ મરચાં નાખી ને લસણ વઘારી દેવું. ૧/૨ મીનીટ સુધી સાંતળી લેવું પછી તેમાં હળદર નાખી દેવી. ત્યારબાદ તેમાં બીજા બધા મસાલા નાખી દેવા અને મિક્સ કરી લેવું.
    નોંધ : લીલાં શાકભાજી માં એક ચપટી ખાંડ નાખવાથી શાક નો કલર લીલોછમ રહેશે.

  3. 3

    હવે તેમાં જીણા સમારેલા ટામેટા નાખી દેવા અને ૨/૩ મીનીટ સુધી શાક ને થવા દેવું. પછી તેમાં ૧/૨ કપ પાણી નાખી ઉકળવા દેવું કુકર નું ઢાંકણ ઢાંકી ને ૨ સીટી કરી લેવી. ઠંડું પડે એટલે ખોલી ને શાક ને જરા ચેક કરી લેવું.

  4. 4

    Serving બાઉલમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરવું.
    તો તૈયાર છે
    ફણસી બટાકા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes