મીઠી બુંદી(methi boondi recipe in Gujarati)

Vrutika Shah
Vrutika Shah @vrutikashah
Jamnagar

#માઇઇબુક

છુટી બુંદી ગરમા ગરમ ખાવાની ખુબજ મજા આવે છે. આ બુંદી બનાવી પણ ખુબજ સરળ છે.

મીઠી બુંદી(methi boondi recipe in Gujarati)

#માઇઇબુક

છુટી બુંદી ગરમા ગરમ ખાવાની ખુબજ મજા આવે છે. આ બુંદી બનાવી પણ ખુબજ સરળ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો
  1. બેટર બનાવવા માટે :
  2. ૧ કપચણા નો લોટ
  3. ૧/૮ ચમચી ખાવા ના સોડા
  4. ૧/૨ કપપાણી
  5. ચાસણી બનાવવા માટે :
  6. ૧ કપખાંs
  7. ૧ કપપાણી
  8. કેસર
  9. તરવા માટે ઘી
  10. ગાર્નિશ માટે ડ્રાયફુટ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ચણા ના લોટ ને ચારી લેવો. હવે તેને એક બાઉલ માં લઇ તેમાં સોડા નાખી ધીમે ધીમે પાણી નાખવું ને મિક્સ કરવું ને બેટર તૈયાર કરવું.

  2. 2

    પછી બેટર ને ૧૦ થી ૧૫ મિનિટ રેસ્ટ આપવો જેથી તે સેટ થઈ જાય. પછી ગેસ પર ઘી ગરમ કરવા મુકવું. બુંદી હંમેશા મીડિયમ થી હાય ફ્લેમ પર જ તરવી.

  3. 3

    બજાર માં બુંદી બનાવવાનો જારો મળે છે તે લેવો. ઘી ગરમ થઈ જાય એટલે તે જારા ને ઘી થી થોડું ઉપર રાખી થોડું બેટર તેમાં નાખવું એટલે બુંદી ઘી માં પાડવા લાગશે. બુંદી ઘી માં તળી લેવી. પછી તેને એક પ્લેટ માં કાઢી લેવું.

  4. 4

    જારા ને કપડા થી સાફ કરી ને પછી પાછું એવી જ રીતે પછી બુંદી પાડવી. બધું બુંદી થઈ જઈ પછી એક પેન માં ખાંડ, પાણી,કેસર નાખી ગરમ કરવું. ખાંડ ઓગળી જાય પછી ૨ મિનિટ ગરમ કરવી પછી ગેસ બંધ કરી દેવો.

  5. 5

    પછી બધી બુંદી ચાસણી માં નાખી ને મિક્સ કરવું. હવે ૨ થી ૩ કલાક એમજ રેવા દેવું. પછી એક બાઉલ માં લઇ તેના પર ડ્રાયફુટ થી ગાર્નિશ કરવું. પછી સર્વ કરવું. તો તૈયાર છે મીઠી બુંદી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vrutika Shah
Vrutika Shah @vrutikashah
પર
Jamnagar

ટિપ્પણીઓ

Similar Recipes