ગ્રીલ્ડ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(veg grill cheese sandwich recipe in Gujarati)

Rupal Shah
Rupal Shah @gurudevdutt1
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
  1. ૪ સ્લાઇસહોલમીલ બ્રેડ (તમારી મનપસંદ બ્રેડ લો)
  2. બાફેલું બટાકુ, છાલ કાઢી પૈતા કરી લો
  3. પતલી સ્લાઇસ લીલા કેપ્સીકમ ની
  4. પતલી સ્લાઇસ મા કાપેલું ટમેટું
  5. પતલી સ્લાઇસ મા કાપેલી ડુંગળી
  6. કાકડી ના પૈતા
  7. ૧/૨ કપચીઝ ઝીણેલુ
  8. બટર
  9. ૪ સ્પૂનલીલી ચટણી
  10. ૧ ચમચીચાટ મસાલો
  11. ૧ ચમચીટમેટો કેચપ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બધી બ્રેડ ની સ્લાઇસ પર બટર લગાવો.

  2. 2

    તેના પર લીલી ચટણી લગાવો.

  3. 3

    હવે બાફેલા બટાકા ની સ્લાઇસ ગોઠવો, તેના પર ૩ પતલી કાપેલી ગોળ ડુંગળી ની સ્લાઇસ મુકો.

  4. 4

    કાપેલું ટામેટુ ને કાપેલી કાકળી ને ગોઠવો. હવે ચાટ મસાલો છાંટી લો.

  5. 5

    તેના પર લીલા કેપ્સીકમ ની રીગ ગોઠવો.

  6. 6

    થોડો ટોમેટો કેચપ ને ચીઝ પાથરો. હવે બીજી ચટણી લગાવેલી બ્રેડ ની સ્લાઇસ ગોઠવી લો.

  7. 7

    બટર લગાવો ને આને ગ્રીલ સેન્ડવીચ મેકર મા મુકી તે ક્રન્ચી થાય ત્યાં સુધી થવા દો.

    નોંધ:- તવા પર પણ સેન્ડવીચ બનાવી શકાય. થોડું ઘી કે તેલ મુકી બનાવેલ બ્રેડ મુકી ધીમી આંચે સેકી લેવાની ને સાચવી ને પલટાવી લેવી. ફરી થોડું ઘી કે તેલ નાખવુ જેથી બ્રેડ ચોંટે ના ને ક્રીસ્પી થાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal Shah
Rupal Shah @gurudevdutt1
પર

Similar Recipes