મિસલ પાઉં(મિક્સ કઠોળ)(misal pav recipe in gujarati)

મિસલ પાઉં(મિક્સ કઠોળ)(misal pav recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સ કઠોળ ને આખી રાત પાણી વડે ધોઈ પલાળી રાખો. મગ, મઠ, ચોળા ને સવારે નિતારી લઈ ફણગાવા માટે રૂમાલ માં બાંધી લો. ફણગા થઈ જાય પછી કઠોળ મિક્સ કરી કુકર માં મીઠું હળદર નાખી 2 સીટી વગાડી લેવી.
- 2
1 કઢાઈમાં કોપરું, આખા ધાણા, વઘારના મરચાં સેકી ઠંડુ થાય પછી મિક્સર માં ગ્રાઈન્ડ કરી પેસ્ટ તૈયાર કરો.
- 3
1 કઢાઈ માં તેલ ગરમ થાય ત્યાર બાદ કાંદા, ટામેટા, લસણ, આદુ સેકી ઠંડુ થાય પછી મિક્સર માં ગ્રાઈન્ડ કરી પેસ્ટ તૈયાર કરો.
- 4
1 કઢાઈ માં તેલ ગરમ થાય પછી રાઈ, જીરું, હિંગ થાય પછી કાંદા ટામેટા ની પેસ્ટ ઉમેરો. 2 મિનીટ બાદ કોપરુ વાડી પેસ્ટ ઉમેરી 5 થી 7 મિનીટ સેકી લેવું. તેલ છૂટું પડે પછી બધા મસાલા એડ કરો ત્યાર બાદ 2 ચમચી પાણી ઉમેરો.
- 5
ત્યાર બાદ બાફેલું મિક્સ કઠોળ ઉમેરી ઢાંકણ ઢાંકી ધીમા ગેસ ઉપર 10 મિનીટ થવા દેવું. જેથી મસાલો કઠોળ માં બરાબર મિક્સ થઇ જાય.
- 6
લસણ ની તરી બનાવવા માટે 10 કળી લસણ, નાનો ટુકડો આદુ, મીઠું,હળદર, લાલ મરચુ વાટી ને તૈયાર કરો. 1 કઢાઈ માં તેલ ગરમ કરી આ મિશ્રણ ને સેકી લઈ થોડું પાણી ઉમેરો. 5 મિનીટ ઉકાળી લેવું.
- 7
સર્વિંગ માટે. મિક્સ ભૂસું, બ્રેડ, કાંદા ની સલાડ, લસણ ની તરી લઈ શકાય. મારા ઘરે આ વાનગી ચોમાસા માં જ બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિસલ પાવ(Misal pav recipe in Gujarati)
#GA4#week11#Sproutsમહારાષ્ટ્ર ની એક ખુબ પ્રખ્યાત એવી એક ચટાકેદાર વાનગી તીખી અને મસાલેદાર ફણગાવેલા કઠોળ થી ભરપૂર સુપર ટેસ્ટી ડીસ એટલે મિસલ પાવ Neepa Shah -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#MAR#cookpadindia#cookpadgujarati#street_food#spicy#મહારાષ્ટ્રિયનમે આજે મહારાષ્ટ્ર સ્પેશિયલ માં ખાનદેશ નું special મિસળ પાઉં બનાવ્યું છે .જેમાં ટામેટા નો ઉપયોગ બિલકુલ થતો નથી અને સ્વાદ માં ઝણઝણીત હોય છે ... Keshma Raichura -
મિસળ પાવ(misal pav Recipe in Gujarati)
#GA4 #Week11 #Post 1 #Sprouts. મિસળ પાઉં એ મહારાષ્ટ્ર ની ફેમસ ઙીશ છે... મિસળ ફણગાવેલા mix કઠોળની વાનગી છે તે ખાવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... ઠંડીમાં તો ખાવાની બહુ જ મજા આવે છે Payal Desai -
મિસલ પાવ (Misal pav recipe in Gujarati)
મિસલ પાવ એ મહારાષ્ટ્રનું ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. મિસલ પાવ ફણગાવેલા મઠ અને મગ માંથી બનાવવામાં આવે છે જેમાં તાજા શેકેલા અને વાટેલા મસાલા ઉમેરવાથી એક અલગ જ પ્રકાર નો સ્વાદ અને સુગંધ આવે છે. મિસલ પાવ એકદમ તીખી, તમતમતી અને સ્વાદિષ્ટ વાનગી છે. મિસલ ને ચવાણું અથવા ચેવડા અને પાવ સાથે પીરસવામાં આવે છે. spicequeen -
-
મિસળ પાવ જૈન (Misal Pav Jain Recipe In Gujarati)
આ આમતો મહારાષ્ટ્રીયન ડીશ છે પણ ગુજરાત માં અને અન્ય જગ્યા એ પણ તે ખવાય છે.કોઈ એકલા મઠ નું બનાવે તો કોઈ વટાણા મિક્સ કરી બનાવેમે અહીં મિક્સ કઠોળ નો ઉપયોગ કરી ને બનાવ્યું છે જે એકદમ હેલ્ધી અને પ્રોટીન થી ભરપુર છે. Nisha Shah -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#MAR મિસળ પાઉં મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે .મિસળ મિક્સ કઠોળ ,મઠ કે મગ માંથી બનાવવામાં આવે છે .મેં એકલા મગ નું મિસળ બનાવ્યું છે .ટેસ્ટ માં ખુબ ટેસ્ટી બન્યું છે .આશા છે તમને પણ ગમશે . Rekha Ramchandani -
મિસલ પાવ (Misal Pav Recipe In Gujarati)
#મોમ આ વાનગી મને અને મારી મમ્મીને ખુબજ ભાવે છે.❤મહારાષ્ટ્રની એક અતિ પ્રખ્યાત વાનગી મિસલ, એક એવી વાનગી છે જે સ્વાદિષ્ટ તો છે ઉપરાંત તેમાં લહેજત પણ વધુ મળે છે. મિસલ પાંવમાં આરોગ્યદાઇ કઠોળ સાથે ટમેટા અને કાંદાનો તીખો સ્વાદ તમારા નાકમાં પાણી આવી જાય એવો અનુભવ કરાવે છે. તે ઉપરાંત તેમાં મેળવેલો મસાલા પાવડર તેની તીખાશમાં વધારો કરે છે. અહીં આ તીખાશને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં તેમાં ચેવડો, ડુંગળી અને ગ્રીન ચટણી ઉમેરીને મેળવીને લાદી પાંવ સાથે પીરસીને, આ મિસલને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. Komal Khatwani -
-
મિસલ પાવ (Misal Paav Recipe In Gujarati)
મુંબઈ માં આવી ને મિસલ પાઉં ના ખાઓ તો પસ્તાવું પડે,આ ડીશ મહારાષ્ટ્ર ની એકદમ પ્રિય ને વખણાતી ડિશ છે. Deepika Yash Antani -
મિસલ પાંવ(Misal pav recipe in Gujarati)
#trendમેં અહીયાં ઓછા તેલ મા મિસલ પાંવ બનાવ્યૂ છે,મારા ઘર મા કોઇ બવ તેલ અને મરચા વાળુ ખાતુ નથી તો મે અહીયાં તરી વગર બનાવ્યૂ છે Twinkle Bhalala -
-
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#મેમહારાષ્ટ્ર નું ફેવરિટ સ્ટ્રીટ ફૂડ એટલે મિસલ. તેને બનાવા માટે કઠોર નો ઉપયોગ કરવામાં આવે છે. અને પાવ સાથે સર્વ કરાય છે.મિસલ બનાવા માટે તેનો મસાલો અને તરી ખૂબ મહત્વ ની ભૂમિકા ભજવે છે. Rekha Rathod -
મિસળ-પાવ(Misal Pav Recipe in Gujarati)
મિસળ પાવ એ એક મહારાષ્ટ્રીયન ડીશ છે. એ નાસિકનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. મિસળ પાવ એ ફણગાવેલા મિક્સ કઠોળની ચટપટી, ટેસ્ટી અને પૌષ્ટિક ડીશ છે. મિસળને જુદી જુદી રીતે બનાવવામાં આવે છે.પણ મેં અહીં મારી મરાઠી ફ્રેન્ડ પાસેથી શીખેલી રીતે બનાવ્યું છે. આ ડીશે ગુજરાત માં આવેલ વડોદરા શહેરમાં આગવું સ્થાન લઈ લીધું છે.#GA4#week11 Vibha Mahendra Champaneri -
મિસલ પાવ(misal pav recipe in gujarati)
આ એક પ્રખ્યાત મ્હારાષટ્ર ની વાનગી છે અને પ્રોટીન થી ભરપૂર છે જેને તરી સાથે ખાવા માં તો આનદ જ કાંઈક જુદો છે આ મારા પરિવારજનો ની અતિ પ્રિય વાનગી છે તો ચાલો.... Hemali Rindani -
મીક્ષ કઠોળ વીથ જીરા રાઈસ
#કઠોળદરેક કઠોળ માં કાંઇ ને કાંઇ વિટામિન રહેલા છે જે આપણા સ્વ।સ્થ માટે ખૂબ જ જરૂરી છે. તો મે મારી રેસીપી માં ઘણા કઠોળ નો ઉપયોગ કર્યો છે. Rupal Gandhi -
મિસળ પાવ(Misal Pav Recipe in Gujarati)
#કઠોળમિસળ પાવ મહારાષ્ટ્ર ની ખુબજ પ્રખ્યાત ડીશ છે જે કઠોળ માંથી બનાવવા માં આવે છે ખાસ કરી ને શિયાળા ની ઠંડી માં ખાવાની બહુજ મજા પડે છે કારણ કે આ ડીશ એકદમ સ્પાઈશી અને ટેસ્ટી છે તમને પણ આ ડીશ જરૂર થી ગમશે તો ચાલો મિસળ પાવ બનાવીએ Archana Ruparel -
મટકી મિસલ પાવ
#ફેવરેટમારા ઘર ના બધા નું ઓલટાઈમ ફેવરેટ મઠ નું મિસલપાવ છે. પુણેરી મિસલ . જેવું જ ટેસ્ટ માં બને છે. આમ તમને ભાવતુંતીખું,મોડું,મીઠું મિક્સ ફરસાણ વાપરી શકો. ચવાણું Krishna Kholiya -
-
મિક્સ કઠોળ ચાટ
ફણગાવેલા કઠોળ માં ડબલ માત્રા માં પ્રોટીન રહેલું છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ છે. Varsha Dave -
કોલ્હાપુરી મિસલ kolhapuri misal
#WLDમિસલ લંચ કે ડિનર દરમિયાન ગમે ત્યારે લઈ શકાય છે આવી મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છેકોલ્હાપુર તેના ક્રેઝ, ગેસ્ટ્રોનોમી, કુસ્તી, ડ્રેસ, પરંપરાઓ, ઐતિહાસિક ઈમારતો માટે પ્રખ્યાત છે, કોલ્હાપુર તેની પ્રેમાળ ભાષા, પ્રેમાળ લોકો માટે પણ જાણીતું છે.કોલ્હાપુર મહારાષ્ટ્રનું એક મોટું શહેર હોવાથી, અંબાબાઈના કોલ્હાપુર જિલ્લામાં આ જગ્યાએ સાડા ત્રણ શક્તિપીઠ છે!કોલ્હાપુર જિલ્લો જ્યાં આજે પણ ઈતિહાસના નિશાન જોવા મળે છે!કોલ્હાપુરમાં ફડતરેની મિસલ ખૂબ જ પ્રખ્યાત છે.કોલ્હાપુર ગયા ત્યારે તમામ ટૂરિસ્ટ સ્પોટની મુલાકાત લીધા બાદ અમે મિસલ ખાવાનો પ્લાન બનાવ્યો હતો.કોલ્હાપુરમાં ફડતરેની મિસલ ખૂબ જ પ્રખ્યાત છે.જ્યારે આપણે કોલ્હાપુરમાં મિસલ ખાવાની મજા લીધી, જો આપણે કોલ્હાપુરમાં મિસલ ન ખાધી હોય, તો આપણે કંઈક ચૂકી ગયા હોઈએ કારણ કે દરેક જગ્યાનો સ્વાદ અલગ-અલગ હોય છે અને તેનો સ્વાદ ખરેખર અદ્ભુત હતો.મેં કોલ્હાપુર મિસાલ તૈયાર કરવાનો પણ પ્રયાસ કર્યો છે, રેસીપી ચોક્કસથી તપાસો. Chetana Bhojak -
મિસળ પાઉ (Misal Pav Recipe In Gujarati)
#cookpadindiaમિસળ એ મહારાષ્ટ્રની વાનગી છે. એકદમ ચટાકેદાર હોય છે. કઠોળને બાફીને વઘાર કરવામાં આવે છે. થોડું વધારે પાણી એડ કરી રસ્સા વાળું બને છે. મુખ્યત્વે મહારાષ્ટ્રીયન ગોડા મસાલો અથવા મિસળ મસાલો ઉમેરવામાં આવે છે. મિક્સ ચેવડો, ગાંઠીયા અને ડુંગળી એડ કરી પાઉ સાથે સર્વ કરવામાં આવે છે. ખૂબ જ સરસ લાગે છે. શિયાળામાં અને વરસાદી મોસમમાં મિસળ પાઉ ખાવાની મજા જ પડી જાય. તમે પણ ચોક્કસ બનાવજો મહારાષ્ટ્રીયન મિસળ પાઉ.... Jigna Vaghela -
-
મિક્ષ કઠોળ(Mix Kathol recipe in Gujarati)
#GA4#WEEK11#Sproutsફણગાવેલા કઠોળ જે હેલ્થ માટે ખૂબજ જરૂરી છે. Colours of Food by Heena Nayak -
મિસલ પાઉં (Misal Pau Recipe In Gujarati)
#GA4 #Week6 મહારાષ્ટ્રીયન ફેમસ વાનગી થોડા ફેરફાર સાથે.... Shweta Godhani Jodia -
મિક્સ કઠોળ
#હેલ્થી#પોસ્ટ -1#કઠોળ ખાવુ ખુબ ફાયદેમંદ છે. એમાં પ્રોટીન વિટામિન અને ફાઇબર ખુબ માત્રા માં છે. Dipika Bhalla -
મિક્સ કઠોળ
#નાસ્તો#ઇબૂક૧#૨સવાર ના નાસ્તા માં જો હેલ્થ નું વિચારી ને કોઈ નાસ્તો કરવાની ઈચ્છા હોય તો મિક્સ કઠોળ ને આપડે સરસ રીતે લઇ શકાય.ને મજા પણ આવે નાસ્તા માં ગરમા ગરમ મિસક્સ કઠોળ મળે તો મજા જ આવે. Namrataba Parmar -
મહારાષ્ટ્રીયન મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
મહારાષ્ટ્ર ની ફેમસ રેસીપી. ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્પાઇસી વાનગી. Disha Prashant Chavda -
-
More Recipes
ટિપ્પણીઓ (5)