ઘટકો

  1. ૧૦-૧૨નગ મોટા મરચા
  2. ૧વાટકી ચણાનો લોટ
  3. ૨-૩ચમચી ધાણાજીરૂ પાઉડર
  4. ૧/૨ચમચી હળદર પાઉડર
  5. મીઠુ સ્વાદમુજબ
  6. ૨ચમચી ગોળ
  7. ૨ચમચી તેલ
  8. વઘાર માટે
  9. ૨-૩ચમચી તેલ
  10. ૧/૨ચમચી રાઈ
  11. ચપટીહીગ
  12. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મરચા ને ધોઈ લો ને કોરા કરી લો. પછી મરચા ને વચ્ચે થી કાપા પાડી લો.

  2. 2

    ત્યારબાદ સ્ટફિગ બનાવવા માટે એક બાઉલ મા ચણાનો લોટ લો. તેમા હળદર, ધાણા જીરૂ, સ્વાદ પ્રમાણે મીઠું, તેલ, ગોળ નાખો. પછી બધુ બરાબર મિક્સ કરી લો.

  3. 3

    પછી સ્ટફિગ ને મરચા મા ભરી લો. મરચા ભરાઈ જાય પછી એક કડાઈ મા તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમા રાઇ ને હીગ ઉમેરો પછી તેમાં ભરેલા મરચા નાખી ને હલાવો પછી તેમા ૩-૪ચમચી જેટલુ પાણી નાખી ને કડાઈ પર ડીશ મા પાણી નાખી ધીમા તાપે મરચા ચડવા દો.

  4. 4

    વચ્ચે વચ્ચે મરચા ને હલાવતા રહો. જેથી મરચા કડાઈ મા ચોટે નહી.

  5. 5

    આ મરચા મા જો સીગદાણા, તલ, ને ટોપરા ના છીણ નુ સ્ટફિગ કરી ને એ સ્ટફિગ ભરીને બનાવી શકાય. અને ફરાળ મા પણ ખાય શકાય. અત્યારે શ્રાવણ માસ ચાલે છે તો ઘણા લોકો રહેતા હોય તો એ લોકો ને કંઈક અલગ ફરાળી વાનગી મળી રહે.

  6. 6

    નોધ::આ મરચા ભરી ને પહેલા બાફી ને પછી પણ વઘાર કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Dipali Kotak
Dipali Kotak @cook_23922517
પર

Similar Recipes