ઢોકળી નુ શાક (કાઠીયાવાડ ફેમસ ઢોકળી નુ શાક)(dhoklai nu saak in Gu

Dipali Kotak
Dipali Kotak @cook_23922517
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧વાટકી ચણાનો લોટ
  2. ૨ગ્લાસ પાણી
  3. ૪-૫ટમેટા ની ગેવી
  4. ૧ચમચી લસણની પેસ્ટ
  5. ૨ચમચી મરચુ પાઉડર
  6. ૨ચમચી ધાણાજીરૂ પાઉડર
  7. ૧/૨ચમચી હળદર પાઉડર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૧/૨ચમચી ગરમ મસાલો
  10. તેલ જરૂર મુજબ
  11. ૧/૨ચમચી રાઈ
  12. ૧/૨ચમચી જીરું
  13. ૨સુકા મરચા
  14. ૬-૭લીમડા ના પાન
  15. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ એક કડાઈ લો. તેમા ૨ગ્લાસ પાણી ઉમેરો. પાણી ગરમ થાય એટલે તેમા મરચુ પાઉડર, ધાણાજીરૂ પાઉડર, હળદર, મીઠું સ્વાદ મુજબ ૧ચમચી તેલ બધું ઉમેરો. પછી તેને થોડી વાર ઉકાળો પાણી ઉકળી ગયા બાદ તેમા ચણાનો લોટ ઉમેરો. પછી તેને વેલણ વડે મિક્સ કરો.

  2. 2

    લોટ મિકસ કરો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે લોટ મા ગાઠા ન થાય. લોટ મિક્સ થઈ જાય એટલે એક થાળી મા તેલ લગાવી તેમા મિસણ ને પાથરી દો. થોડીવાર બાદ તેમા ચપ્પુ વડે કટ કરી લો. નાના પીસ કરવા.

  3. 3

    પછી એક કડાઈ લો. તેમા ૩-૪ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમા રાઇ, જીરું, હીગ, મીઠા લીમડાના પાન, સુકા મરચા નાખો. પછી તેમાં લસણની પેસ્ટ ઉમેરો. તેને થોડી વાર સાતળો. પછી તેમાં ટામેટાં ની ગેવી ઉમેરો. ગેવી ને થોડી વાર સાતળો પછી તે મા બધા મસાલા ઉમેરો. મસાલા સરખા મિક્સ થાય પછી તેમા થોડું પાણી નાખો. પાણી નાખી ને થોડી વાર ગેવી ને ઉકાળો પછી તેમાં ઢોકળી ના પીસ નાખી થોડી વાર ઉકાળો.

  4. 4

    ઉકળી જાય પછી ગેસ પર થી ઉતારી ને ગરમ મસાલો નાખો. ને કોથમરી નાંખી ને સવૅ કરો. તો ત્યાર છે કાઠીયાવાડ નુ ફેમસ ઢોકળી નુ શાક. તીખુ ને મસાલે દાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipali Kotak
Dipali Kotak @cook_23922517
પર

ટિપ્પણીઓ

Similar Recipes