બ્રેડ બેસન ટોસ્ટ (Bread Besan Toast recipe in Gujarati)

#સુપરશેફ૩ મોનસુન સ્પેશિયલ
રાંધવાની સૂચનાઓ
- 1
કોથમીર ફુદીનો લસણ લીલુ મરચું મીઠું 1/2 લીંબુ અથવા તો આમચૂર પાઉડર નાખીને એમાં થોડુંક પાણી નાખવું અને તેને પીસી લેવું.
- 2
એક બાઉલમાં બાફેલા બટાકા લઈને તેને મેશ કરી લેવુ. ત્યારબાદ તેમાં બારીક સમારેલી ડુંગળી બારીક સમારેલા ટામેટા અને 1/2 લીલું મરચું અને થોડા ધાણા ઉમેરવા ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, મીઠું અને ધાણાજીરું ઉમેરવું.ત્યારબાદ આ મિશ્રણને બરાબર હાથથી મિક્ષ કરી લેવું. આ મિશ્રણમાં તમે પનીર અથવા ચીઝ છીણીને પણ નાખી શકો છો.
- 3
એક બાઉલમાં ચણાનો લોટ લેવો અને તેમાં હળદર મીઠુ અજમો અને થોડુ પાણી ઉમેરીને બેટર તૈયાર કરવું. બેટર વધારે ઢીલું ન થાય તેનું ધ્યાન રાખવું.
- 4
બ્રેડ ને ગોળ અથવા ચોરસ આકાર આપવો. ગોળ આકાર આપવા માટે તમે એક વાટકી નો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ બટાકાના માવાને બ્રેડ ઉપર પાથરી દો ત્યારબાદ ચણાના લોટના બેટરને ચમચી વડે પાથરી દો.
- 5
એક તવા પર મધ્યમ તાપે આ બ્રેડને શેકી લો. બેટર લગાવેલા ભાગને ઉલટાવીને શેકવું અને બ્રેડનો ભાગ પર બટર અથવા ઘી લગાવવું અને ધીમા તાપે શેકો.
- 6
બધી જ બ્રેડ તૈયાર થઈ જાય ત્યારબાદ સર્વિંગ માટે એક પ્લેટમાં લઈને ઉપર લીલી ચટણી અથવા ટામેટાના કેચપ અને ઝીણા સમારેલા ડુંગળી ટામેટા અને કોથમીર નાખીને સર્વ કરવું.બીટ છીણી ને પણ ગાર્નિશ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બેસન બ્રેડ ટોસ્ટ (BESAN BREAD TOAST)
#માઇઇબુક#પોસ્ટ14આમ તો આપણને બધાને બહારના પુડલા તો ખુબજ ભાવતા હોય છે તો આ પણ તમને તમારા બાળકો ને તથા તમારા ઘરના બધાને પણ ખુબજ ભવશે. તો આશા છે કે આજે જ તમે આ ઘરે બનવશો અને તમરા ઘર ના બધા ને ટેસ્ટ કરવશો. આ બેસન બ્રેડ ટોસ્ટ એટલા બનાવવા માં સરળ છે કે તમાએ ઘરે ગેસ્ટ આવ્યા હોય તો આ જરુર થી બનાવી શકો છો. બનાવવા માં ખુબજ સરળ બેસન બ્રેડ ટોસ્ટ khushboo doshi -
-
-
બેસન ચટણી/ કઢી(besan kadhi recipe in gujarati)
બજારમાં ગાંઠીયા સાથે આ કઢી આપવામાં આવે છે આ ચટણી તમે ગાંઠીયા કે ભજીયા સાથે ખાઈ શકો છો Megha Bhupta -
-
-
-
મેથી ની પૂરી(methi ni puri recipe in gujarati)
મેં અહીં કસૂરી મેથીનો ઉપયોગ કરેલ છે તમે કસૂરી મેથી ની જગ્યાએ લીલી મેથી નો ઉપયોગ પણ કરી શકો છો Megha Bhupta -
-
રવા બ્રેડ ટોસ્ટ (Semolina Bread Toast Recipe In Gujarati)
#CWT#Tawa_Recipe#Cookpadgujarati રવા બ્રેડ ટોસ્ટ (સોજી બ્રેડ ટોસ્ટ), સવારના નાસ્તામાં અથવા સાંજના નાસ્તામાં ચા/કોફી ની સાથે પીરસાય એવી એક ઉત્તમ અને સ્વાદિષ્ટ વાનગી છે. રવા બ્રેડ ટોસ્ટ બનાવવા ખૂબ જ સરળ છે અને માત્ર ૧૫-૨૦ મિનિટમાં બની જાય છે. તમારે માત્ર રવો (સોજી), કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી, દહીં અને તમારી મનપસંદ બ્રેડ જ જોઈએ. સોજી ટોસ્ટ બનાવવા માટે બ્રેડ સિવાય બધી સામગ્રીને મિક્ષ કરીને રવા – વેજી મિશ્રણ બનાવવામાં આવે છે અને પછી આ મિશ્રણને બ્રેડની સ્લાઇસની ઉપર લગાવીને ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી ઓછા તેલમાં શેકવામાં આવે છે. મારી રેસીપીને અનુસરીને ઘરે સરળતાથી રવા ટોસ્ટ બનાવો અને સવારના નાસ્તામાં તેની મજા લો. Daxa Parmar -
-
-
-
-
ટોસ્ટ(Toast recipe in Gujarati)
#GA4#Recipe13#Week 13#હૈદરાબાદી ટોસ્ટઆ વાનગી હું સ્કૂલમાં ભણતી ત્યારે શીખી હતી સ્કૂલમાં જ્યારે ટીચર બધા જોડે અલગ અલગ વસ્તુ મંગાવી ને નાનુ ગેટ ટુ ગેધર જેવું રાખતા હતા ત્યારે આ વાનગી બનાવી હતી Pina Chokshi -
-
-
ગ્રીન પાવ ભાજી (Green pavbhaji recipe in Gujarati)
આ પાઉંભાજી શિયાળામાં ખાસ બનાવવા માટે આવે છે કારણકે શિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ મળતા હોય છે આ ભાજીમાં લીલા લસણ અને લીલી ડુંગળી નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે અને શિયાળામાં લીલા વટાણા પણ ખુબ જ સરસ આવતા હોય છે તો શિયાળામાં ભાજી બનાવવાની અને ખાવાની મજા આવે છે Rita Gajjar -
-
બ્રેડ બેસન કોઇન્સ (Bread Besan Coins Recipe In Gujarati)
#PS બ્રેડ બેસન કોઇન્સ એ બ્રેડ અને ચણા ના લોટ માંથી બનતી વાનગી છે. આ વાનગી બનાવવી ખુબ સરળ છે અને તે ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ વસ્તુઓ માંથી બની જાય છે. આ વાનગીમાં બટાકા, ડુંગળી અને લસણ માંથી બનાવવામાં આવતું સ્ટફિંગ ઉમેરવામાં આવે છે. આ વાનગી ખાવાની ખૂબ મજા આવે છે કેમ કે તેનો ટેસ્ટ ચટપટો હોય છે. સવારના નાસ્તામાં, બાળકોના લંચબોક્સમાં કે કોઈ વખત જમણવારમાં ફરસાણ તરીકે પણ આ કોઇન્સ બનાવી શકાય છે. તો ચાલો જોઈએ આ ચટપટા બ્રેડ બેસન કોઇન્સ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
ચટપટી બ્રેડ(Chatpati Bread Recipe in Gujarati)
ચટપટી બ્રેડ જલ્દી અને ટેસ્ટી બને છે. નાના બાળકોને ખૂબ ભાવ છે. Pinky bhuptani -
-
-
-
ચીઝી મગ ચીલ્લા(mung chilla recipe in Gujarati)
ચોમાસાની ઋતુમાં ગરમ ગરમ ખાવાની મજા કંઇ ઔર હોય છે#સુપર સેફ ૩#મોનસુન સ્પેશિયલ રેસિપી#મગ ચીલા Kalyani Komal -
સોજી બ્રેડ ટોસ્ટ (Sooji Bread Toast Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujrati Amita Soni -
રાજસ્થાની બેસન ગટ્ટા (Rajasthani gatta nu shak recipe in Gujarati)
#goldenapron3 #week24 Sejal Agrawal
More Recipes
ટિપ્પણીઓ