રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 વ્યક્તિ
  1. 1પેકેટ બાફેલા હક્કા નુડલ્સ
  2. ૬-૭લસણ ની કળી
  3. મોટો ટૂકડો આદું
  4. તીખાં મરચાં
  5. ચમચા તેલ
  6. વાટકો લાંબી સમારેલી કોબી
  7. ગાજર લાંબા સમારેલા
  8. સુકી ડુંગળી લાંબી સમારેલી
  9. ૪-૫લીલી ડુંગળી સમારેલી
  10. થોડાલીલી ડુંગળી નાં પાન
  11. ૧/૨કેપ્સીકમ સમારેલું
  12. ૩ ચમચીસોયા સોસ
  13. ૧ ચમચીવિનેગાર
  14. ૨ ચમચીટોમેટો કેચઅપ
  15. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  16. ૧/૨ ચમચીમરી પાઉડર
  17. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલા માં પાણી ગરમ કરવા મુકો પાણી ગરમ થાય એટલે મીઠું સ્વાદ મુજબ નાખી અને ૧ ચમચી જેટલુ તેલ નાખી ૧૦ મિનીટ માટે નુડલ્સ બાફવા મુકો..નુડલ્સ બફાય જાય એટલે એક કાણા વાળા બાઊલ માં કાઢી ને ઠંડુ પાણી નાખી અને તેલ નાખી દો.જેથી નુડલ્સ એકદમ સરસ છુટ્ટા રહે..કોબી ને ઝીણી લાંબી સમારેલી લો.લીલી ડુંગળી ધોઇ ને કોરી કરી ને સમારી લો.આદું,મરચાં અને લસણ ને એક સાથે પીસી લો.કેપ્સીકમ અને ગાજર ને પણ લાંબા સમારી લો.૧ સુકી ડુંગંળી પણ લાંબી સમારી લો.

  2. 2

    ગેસ ચાલુ કરી એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં સૌ પ્રથમ ડુંગળી ફ્રાય કરો પછી તેમાં આદું,મરચાં અને લસણની પેસ્ટ ફ્રાય કરો હવે તેમાં બધાં શાકભાજી જેવા કે ગાજર,કોબી અને કેપ્સીકમ ૫ મિનીટ માટે ફ્રાય કરો હવે તેમાં સોયા સોસ,વિનેગાર, ટોમેટો કેચપ અને લાલ મરચું પાઉડર,મરી પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી ને બાફેલા નુડલ્સ નાખી ને ફુલ ગેસ રાખી ને ફટાફટ હલાવી લો.સાથે લીલી ડુંગળી નાં પાન પણ ઉમેરી દો.

  3. 3

    તો તૈયાર છે વેજીટેબલ હક્કા નુડલ્સ..હક્કા નુડલ્સ ને લીલી ડુંગંળી નાં પાન અને કોબી નાં સલાડ સાથે સર્વ કરો..

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (11)

દ્વારા લખાયેલ

Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
પર
Surat
cooking is my non other than favorite topic and I also foody
વધુ વાંચો

Similar Recipes