પાપડ સ્ટફ પરાઠા(papad stuff parotha recipe in gujarati)

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનીટ
૨-૩ વ્યક્તિઓ માટે
  1. ૩ નંગ- શેકેલા અડદ પાપડ
  2. ૧/૨ ચમચી- લાલ મરચુ પાઉડર
  3. ૧/૨ ચમચી- ધાણાજીરું પાઉડર
  4. ૧/૨ ચમચી- ગરમ મસાલો
  5. ૧/૨ ચમચી- આમચૂર પાઉડર
  6. ૧ ચમચી- ઘી
  7. ૧ કપ- ઘઉં નો લોટ
  8. ૧/૨ ચમચી- આખું જીરું
  9. સ્વાદાનુસાર - મીઠું
  10. ૧-૨ ચમચી - તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનીટ
  1. 1

    એક વાસણ માં લોટ લઈ એમાં મીઠું, આખું જીરું, તેલ, પાણી નાખી થોડો નરમ લોટ બાંધવો

  2. 2

    હવે શેકેલા પાપડ લઇ એના પર વેલણ ફેરવી અધકચરો ભુક્કો કરી લેવો. પછી એમાં બધા મસાલા નાખી થોડુંક તેલ નાખી બરાબર મિક્સ કરી લેવું

  3. 3

    હવે એક લુઓ લઇ એને થોડું વણી એના પર ઘી લગાવી એમાં સ્ટફિંગ ભરી એની પોટલી જેવું વાળી એને દબાવી એના પરાઠા બનાવી લેવા. હળવા હાથે પરાઠા વણવા જેથી સ્ટફિંગ બહાર ન આવે.

  4. 4

    હવે એને તેલ માં બરાબર શેકી લેવા અને ગરમા ગરમ ચા જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842
પર

ટિપ્પણીઓ

Similar Recipes