ગુજરાતી ખાટી મીઠી દાળ, (khati dal recipe in gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#સુપરશેફ4
#week4
#દાળ /રાઈસ
ગુજરાતમાં દરરોજ ઘરમાં બપોરે ગુજરાતી ખાટી મીઠી દાળ બનતી હોય છે. અને સાથે રોટલી દાળ ભાત શાક હોય છે.. તો આજે હું તુવેરની ખાટી મીઠી દાળ લઈને આવી છું.... ચાલો નોંધી લો તેની રેસિપી.....

ગુજરાતી ખાટી મીઠી દાળ, (khati dal recipe in gujarati)

#સુપરશેફ4
#week4
#દાળ /રાઈસ
ગુજરાતમાં દરરોજ ઘરમાં બપોરે ગુજરાતી ખાટી મીઠી દાળ બનતી હોય છે. અને સાથે રોટલી દાળ ભાત શાક હોય છે.. તો આજે હું તુવેરની ખાટી મીઠી દાળ લઈને આવી છું.... ચાલો નોંધી લો તેની રેસિપી.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
ત્રણ લોકો માટે
  1. ----- ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવા માટે----
  2. ૧ નાની વાટકીતુવેરની દાળ
  3. 1ટમેટુ
  4. 1લીલું મરચું
  5. કટકી આદુ
  6. ---= વઘાર કરવા માટે----
  7. 2ચમચા તેલ
  8. 1/4 ચમચી રાઈ
  9. 1/4 ચમચી જીરૂં
  10. તમાલપત્ર
  11. સૂકું લાલ મરચું
  12. લીમડાના પાન
  13. 1 ચમચીમરચું પાઉડર
  14. 1/4 ચમચી હળદર
  15. સ્વાદ મુજબ મીઠું
  16. 1 ચમચીગોળ
  17. 1 ચમચીનાની લીંબુનો રસ
  18. ---- રાંધેલા brown rice
  19. **** અન્ય સામગ્રીમાં****
  20. 2લીલા મરચા
  21. અડદનો શેકેલો પાપડ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેરની દાળને બે વખત ધોઈ લો. પછી તેમાં ટામેટાં લીલા મરચા અને આદું સમારી લો... અને તેને કૂકરમાં બાફવા મૂકો... brown rice ને પણ બે વખત ધોઈ, ચારણીમાં કાઢી લો..... પછી તુવેરની દાળ ને ક્રશ કરી લો... અને વઘાર કરવા માટેની તૈયારી કરી લો....

  2. 2

    ત્યારબાદ એક તપેલીમાં વઘાર તૈયાર કરી હિંગ ઉમેરો.. ત્યારબાદ તેમાં ક્રશ કરેલી દાળ અને સુકા મસાલા ઉમેરી મીઠું ઉમેરો....

  3. 3

    છેલ્લે છેલ્લે દાળના એક બે ઉભરા આવે ત્યારે તેમાં ઘરે બનાવેલો ગરમ મસાલો (ધાણા+ વરીયાળી)ઉમેરો.....

  4. 4

    ત્યારબાદ ભાતને ડિઝાઈનવાળા વાટકામાં કાઢી પછી તેના અનમોલ્ડ કરવું...., છેલ્લે અડદના પાપડ મૂકી સર્વ કરવો..

  5. 5

    તો તમે પણ ટ્રાય કરજો અને મારી રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes