ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)

Nidhi Desai
Nidhi Desai @ND20
Pune

#વેસ્ટ
ગુજરાતી દાળ એ ખટાશ, મીઠાશ, ગળપણ વાળી હોય છે, ગુજરાતી લોકો તૂવેરની દાળ નો ઉપયોગ કરે છે, રોજબરોજનની ગુજરાતી દાળ એક સંપૂર્ણ ખોરાક કહી શકાય, આ વાનગી ભાત સાથે રોટલી સાથે પણ સરસ લાગે છે

ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#વેસ્ટ
ગુજરાતી દાળ એ ખટાશ, મીઠાશ, ગળપણ વાળી હોય છે, ગુજરાતી લોકો તૂવેરની દાળ નો ઉપયોગ કરે છે, રોજબરોજનની ગુજરાતી દાળ એક સંપૂર્ણ ખોરાક કહી શકાય, આ વાનગી ભાત સાથે રોટલી સાથે પણ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
3 થી 4 વ્યક્તિ માટે
  1. 1 બાઉલતૂવેરની દાળ
  2. 3 ચમચીગોળ
  3. 3 ચમચીસીંગદાણા
  4. 1 ટુકડોઆદું
  5. 2 નંગલીલા મરચાં
  6. 10 થી 12 નંગમીઠા લીમડાના પાન
  7. 2 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીહળદર
  9. 1 ચમચીહિંગ
  10. 2 નંગસૂકા લાલ મરચાં
  11. 3 ચમચીતેલ
  12. 2 ચમચીરાઈ
  13. 2 ચમચીજીરુ
  14. 1 ચમચીમેથી
  15. 2 ગ્લાસપાણી
  16. 1 નંગલીબું
  17. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    તૂવેરની દાળ બરાબર ધોઇને ને અડધો કલાક જેટલી પલાળી રાખો,દાળમા બાફતી વખતે મેથી, જીરુ પણ ઉમેરો, પછી કુકરમા 3 સીટી વગાડી લેવી, દાળને વલોવીને પાણી ઉમેરી ને પતલી કરવી એક વાસણમાં તેલ લો, રાઈ, જીરૂ નો વઘાર મૂકો, તતળે એટલે હિંગ, સુકા લાલ મરચાં ઉમેરો, લાલ મરચું પાઉડર ઉમેરો,મીઠા લીમડાના પાન ઉમેરો, ને તરત દાળ ઉમેરો

  2. 2

    સીંગદાણા ઉમેરો, મીઠું, હળદર ઉમેરો, લીલા મરચાં કાપીને ઉમેરો, આદું છીણી ને ઉમેરો, ગોળ ઉમેરો, પછી એક ગ્લાસ પાણી રેડી ને ઉકળવા મૂકો, 20 થી 25 મીનીટ જેટલી ઉકળવા દેવું પછી લીબું નીચોવી લેવુ અને ઢાંકણ ઢાંકી ને ગરમ રહેવા દો.કોથમીર ભભરાવી દો, ગરમ ગરમ દાળ ભાત કે રોટલી સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Desai
પર
Pune
Don't stop yourself to experiments in foods,, Try all time something new and create new Dishes 😊😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes