સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#સુપરશેફ4
#week4
#રાઈસ

આપણે સ્પ્રાઉટસનુ શાક અને સલાડ બનાવતાં જ હોય છે. એ જ રીતે સ્પ્રાઉટસ વડે પુલાવ પણ એટલો જ સરસ લાગે છે. તેમજ હેલ્ધી વાનગી છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

40 થી 45 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 વાટકીમિક્સ સ્પ્રાઉટસ
  2. 1 કપબાસમતી ચોખા 30 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો
  3. 1 ચમચીઆદુની પેસ્ટ
  4. 1 ચમચીલસણની પેસ્ટ
  5. 1/2 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 2 ચમચીબિરયાની મસાલો
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 2 ચમચીતેલ
  11. 3 ચમચીઘી
  12. 1તમાલપત્ર
  13. 2-3લવિંગ
  14. 1બાદિયા
  15. ટુકડોતજનો

રાંધવાની સૂચનાઓ

40 થી 45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સ્પ્રાઉટસને 2 સીટી વગાડી બાફી લો. એ દરમિયાન બધી સામગ્રી ભેગી કરી લો.

  2. 2

    ચોખા ધોઈને પાણી નીતારીને મસાલા ઉમેરી બરાબર મિકસ કરી લો.

  3. 3

    હવે કૂકરમાં તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હીંગ ઉમેરો અને તજ, લવિંગ,બાદિયા અને તમાલપત્ર ઉમેરો.હવે બાફેલા સ્પ્રાઉટસ અને બાસમતી ચોખા ઉમેરો બરાબર મિક્સ કરી લો. 2 કપ પાણી ઉમેરી ઢાંકણ બંધ કરી 2 સીટી વગાડી લો.

  4. 4

    ઠંડુ થાય એટલે બાઉલમાં કાઢી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes