પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)

પાલક પનીર પુલાવ એક વન પોટ મીલ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે. મેં અહીંયા વધેલી પાલક પનીર ની ગ્રેવી નો ઉપયોગ કરીને આ સ્વાદિષ્ટ પુલાવ બનાવ્યો છે. પાલક પનીર ની ગ્રેવી ના બદલે ફ્રેશ પાલકની પ્યુરી બનાવી ને આ ડિશ આસાનીથી તૈયાર કરી શકાય છે. આખા મસાલા, શાકભાજી અને પનીર ડિશને હેલ્ધી અને ફ્લેવર ફૂલ બનાવે છે. આ રેસિપી વધેલા ભાતનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
પાલક પનીર પુલાવ એક વન પોટ મીલ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે. મેં અહીંયા વધેલી પાલક પનીર ની ગ્રેવી નો ઉપયોગ કરીને આ સ્વાદિષ્ટ પુલાવ બનાવ્યો છે. પાલક પનીર ની ગ્રેવી ના બદલે ફ્રેશ પાલકની પ્યુરી બનાવી ને આ ડિશ આસાનીથી તૈયાર કરી શકાય છે. આખા મસાલા, શાકભાજી અને પનીર ડિશને હેલ્ધી અને ફ્લેવર ફૂલ બનાવે છે. આ રેસિપી વધેલા ભાતનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકભાજીને ધોઈને કાપી લેવા. બાસમતી ભાત રાંધી લેવો. પાલકને ધોઈને બાફી ને તેની પેસ્ટ બનાવી લેવી. વધેલી પાલક પનીર ની ગ્રેવી પણ વાપરી શકાય.
- 2
એક પોટ માં તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, તજ, લવિંગ અને ઇલાયચી ઉમેરવા. હવે તેમાં પાતળા અને લાંબા સમારેલા કાંદા ઉમેરી ને હલકા બ્રાઉન કલરના સાંતળવા. હવે તેમાં આદુ, લસણ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરીને એક મિનીટ સુધી પકાવવું. હવે તેમાં બધા શાકભાજી ઉમેરી બરાબર હલાવી લેવું. લાલ મરચું, હળદર, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને બરાબર હલાવી લેવું.
- 3
હવે તેમાં તૈયાર કરેલી પાલકની પેસ્ટ ઉમેરવી અને ઢાંકીને બધા શાકભાજી ચડી જાય પણ થોડા કડક રહે એ રીતે પકાવી લેવું. આ પુલાવ બનાવવા માટે પાલક પનીર ની વધેલી ગ્રેવી પણ વાપરી શકાય. મેં અહીંયા વધેલી પાલક પનીર ગ્રેવી નો ઉપયોગ કર્યો છે. હવે તેમાં પનીરના ટુકડા ઉમેરીને બધું બરાબર મિક્સ કરીને ત્રણથી ચાર મિનિટ સુધી મીડીયમ તાપે પકાવવું.
- 4
હવે તેમાં રાંધેલા બાસમતી ભાત ઉમેરીને બરાબર હલાવી લેવું. પાંચ મિનિટ સુધી મીડીયમ તાપ પર પકાવીને ગેસ બંધ કરી દેવો.
- 5
પાલક પનીર પુલાવ ને મિક્સ વેજ રાયતા અને પાપડ સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#MW2 પાલક પનીર એક પંજાબી સબ્જી છે જે બધાને ખૂબ જ ભાવે છે શિયાળામાં પાલકની ભાજી ખુબ જ સરસ મળે મેં તેને વાપરી ને એક પંજાબી પાલક પનીર સબ્જી બનાવી છે Arti Desai -
લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
લહસૂની પાલક ખીચડી વન પોટ મિલ છે જે મગની દાળ, ચોખા અને પાલક માંથી બનાવવામાં આવે છે. આ એક ખૂબ જ સરળ અને હેલ્ધી ડિશ છે જે ખાવામાં હલકી છે અને ઝડપથી પચી જાય છે. લસણ નો તડકો આ ખીચડી ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે. પાલક ખીચડી પુલાવ કરતા અલગ છે કેમકે એ ઢીલી હોય છે. આ ખીચડીને પસંદગી પ્રમાણે વધારે કે ઓછી ઢીલી રાખી શકાય. પાલક ખીચડી દહીં અને પાપડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu#spicequeen spicequeen -
ઇન્સ્ટન્ટ પંજાબી ગ્રેવી (Instant Punjabi gravy recipe Gujarati)
આ પંજાબી ગ્રેવી એકદમ સરળ અને સ્વાદિષ્ટ બને છે. એકદમ ઓછી વસ્તુઓ માંથી ઝટપટ બની જતી આ ગ્રેવી મારી તો ખૂબ જ ફેવરિટ છે. આ ગ્રેવી પનીર ની સબ્જી, મીક્સ વેજીટેબલ, કોફતા ની ગ્રેવી કે સોયાની સબ્જીમાં વાપરી શકાય. તમે પણ મારી આ રેસિપી ટ્રાય કરો અને મને જણાવો કે તમને કેવી લાગી આ ગ્રેવી?#માઇઇબુક#પોસ્ટ9 spicequeen -
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
#RC4Greenપાલક પનીર નું કોમ્બિનેશન હંમેશા આપણે ખુબ ભાવે છે. એ જ પાલક પનીર નો ઉપયોગ કરી પુલાવ બનાવ્યો છે. ખૂબ ઝડપથી બની જાય છે. Hetal Chirag Buch -
શાહી પનીર (Shahi paneer recipe in Gujarati)
શાહી પનીર મુઘલાઈ સ્ટાઈલની પનીર ની ડીશ છે જેમાં પનીરને કાંદા ની ગ્રેવી માં બનાવવામાં આવે છે. આ ગ્રેવીમાં કાજુ, ખસખસ, નાળિયેર અને દહીં ઉમેરવામાં આવે છે. એની સાથે આખા સુકા મસાલા અને લીલા મસાલા પણ ઉમેરાય છે જેના લીધે આ ડીશ ખૂબ જ ફ્લેવરફુલ બને છે. રિચ અને ક્રીમી ગ્રેવી વાળી આ ડિશ સ્વાદમાં માઈલ્ડ હોય છે. આ ડિશ પનીર ના બદલે મિક્સ શાકભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#MW2 spicequeen -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#MBR8#Week8Post 2#cookpad#cookpadindia#cookpadgujarati#Spinach#Pulaoપાલક પુલાવ બનાવતી વખતે પાલકની પ્યુરીમાં જ આદુ અને મરચાં ક્રશ કરી લેવા. આ પુલાવ બનાવતી વખતે તેને હલાવતી વખતે ધ્યાન રાખવું પડે છે નહિતર ચોખાના નાના નાના દાણા બની જાય છે. Neeru Thakkar -
પનીર અંગારા (Paneer angara recipe in Gujarati)
પનીર અંગારા કાંદા અને ટામેટાની ગ્રેવી માંથી બનતી પનીર ની પંજાબી સ્ટાઈલ ની સબ્જી છે જેને સળગતા કોલસા થી સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. સ્મોક ના કારણે આ સબ્જી ની ફ્લેવર અને સ્વાદ અનેક ગણો વધી જાય છે. પનીરની આ સ્પાઈસી સબ્જી નાન, તંદુરી રોટી, પરાઠા કે રાઇસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર પાસ્તા સોસ પાલક રાઈસ (paneer pasta sauce Palak Rice recipe)
#સુપરશેફ4 #માઇઇબુક #પોસ્ટ21 #week4#paneerpastasaucepalakriceલોકપ્રિય શાકાહારી ચોખાની રેસીપી છે, તે પાલક અને પનીરની બનેલી છે, આ એક ખૂબ જ સ્વસ્થ, પ્રોટીન ચોખાની વાનગી છે. ભારતીય પાલક અને હળવા મસાલાનો ઉપયોગ કરીને બનાવેલ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ચોખા.પનીર પાસ્તા સોસ પાલક રાઈસ. Ami Desai -
-
મેથી મટર પનીર (Methi matar paneer recipe in Gujarati)
મેથી મટર પનીર એ સફેદ ગ્રેવી માં બનતી સબ્જી છે જે રોજ બરોજ બનતી પનીર ની સબ્જી કરતા ઘણી અલગ છે. આ સબ્જી દેખાવે જ નહિ પણ સ્વાદ અને ફ્લેવર માં પણ એકદમ અલગ પડે છે જે આપણા ભોજન ને એક રિફ્રેશિંગ ચેન્જ આપે છે. શિયાળા ની ઋતુ માં આ સબ્જી બનાવવામાં આવે તો એને સ્વાદ ખુબ જ વધી જાય છે કેમકે શિયાળા માં મેથી અને વટાણા બંને ખુબ જ તાજા મળતા હોય છે. બનાવવા માં સરળ અને સ્વાદ થી ભરપૂર એવી આ ક્રિમી અને માઈલ્ડ સબ્જી ખાવાની કંઈક અલગ જ મજા છે.#MW4 spicequeen -
પાલક પનીર પુલાવ
#લીલીપાલક અને પનીર ની સબ્જી તો બધાએ બનાવી હશે, પણ પાલક અને પનીર નો મજેદાર, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પાલક પનીર પુલાવ કદાચ ના બનાવ્યો હોય. તો ચાલો બનાવીએ મજેદાર પાલક પનીર પુલાવ... Jagruti Manish (Dalwadi) Shah -
ટેસ્ટી એન્ડ કલરફૂલ પુલાવ (Testy Colourful Pulao Recipe In Gujarati)
વન પોટ મીલ તરીકે આ વાનગી બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
મટર પનીર પુલાવ (Matar Paneer Pulao Recipe In Gujarati)
ફ્રેશ વટાણાની સીઝન ફુલ બહારમાં છે તો મટરનો ઉપયોગ કરી વિવિધ રેસીપી બનાવું.. આજે દીકરાની ડિમાન્ડ પર મટર-પનીર પુલાવ બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#Cookpad#Gujarati# રેસીપી નંબર 155અત્યારે પાલકની ફ્રેશ ભાજી આવે છે .એટલે પાલક ની ભાજી સાથે પનીર નું શાક ,એટલે કે પાલક પનીર ખાવાની બહુ જ મજા આવે .મે આજે પાલક પનીર બનાવી છે. Jyoti Shah -
હરિયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati)
લીલાં ચણા ખાસ કરીને શિયાળામાં આસાનીથી મળી રહે છે. હરિયાળી પુલાવ માટે તાજા તેમજ ફ્રોજન ચણાનો ઉપયોગ કરી શકાય છે. આ પુલાવનો અલગ જ સ્વાદ છે. Mamta Pathak -
કોરીએન્ડર મિન્ટ વેજ પુલાવ (Coriander Mint Veg Pulao Recipe In Gujarati)
બાળકોને ફુદીનો, કોથમીર વેજીટેબલ સહેલાઈથી ખવડાવી શકાય એટલે મેં અહીં આ પુલાવ બનાવ્યો છે. જે વન પોટ મીલ/સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે.બાળકોને સહેલાઈથી ખવડાવવા માટે ચીઝ પણ ઉમેરી શકો છો. Urmi Desai -
તવા પનીર પુલાવ (Tava Paneer Pulao Recipe In Gujarati)
#pritiસાંજે ડીનર માં કાઈ હળવું ભોજન લેવું હોય તો પુલાવ ફુલ વેજિટેબલ અને પનીર વાળો આ પુલાવ બેસ્ટ ઓપ્શન છે Jyotika Joshi -
પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
પનીર મખની એક ક્રીમી પનીરની ગ્રેવી છે જે ટામેટા, કાજુ, મગજતરી અને અલગ અલગ પ્રકારના મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. પનીર મખની રોટી, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
મટર પનીર પુલાવ (mutter paneer pulao recipe in Gujarati)
#GA4#Week8ઝડપ થી અને આસાનીથી બનતા પુલાવ માં ખૂબજ વેરાયટી જોવા મળે છે.વેજ પુલાવ, રાજમાં પુલાવ,પાલક પુલાવ વગેરે.. આજે મેં મટર પનીર પુલાવ બનાવ્યો છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#BRપાલક પુલાવ એક હેલ્ધી પુલાવ છે. તેમાં પાલક પ્યુરી, લીલા શાકભાજી અને બિરયાની મસાલા સાથે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વર્જન છે. સાંજ નાં લાઈટ ડિનર માટે નું બેસ્ટ option છે. Do try friends. Dr. Pushpa Dixit -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરની વેજીટેબલ કરી છે જે મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ વેજીટેબલ કરી બનાવવા માટે આખા મસાલા ને શેકીને તેનો મસાલો બનાવીને ઉમેરવામાં આવે છે જેના લીધે આ કરી ખૂબ જ ફ્લેવર ફૂલ અને સ્પાઈસી બને છે. તાજા વાટેલા મસાલા આ કરીને બીજી બધી પંજાબી ગ્રેવી કરતા એકદમ અલગ સ્વાદ અને સુગંધ આપે છે. વેજિટેબલ કોલ્હાપુરી ને રોટી, પરાઠા, નાન અથવા રાઇસ સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
પાલક મિન્ટ પુલાવ (Palak Mint Pulao Recipe in Gujarati)
આ પુલાવમાં બધી જ લીલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે પાલક અને ફુદીનો બંને ખૂબ હેલ્ધી છે Shethjayshree Mahendra -
પાલક પનીર પુલાવ(Palak paneer pulav Recipe in Gujarati)
#Cookpad# પાલક પુલાવ# રેસીપી નંબર 153.શિયાળો આવે છે અને ખાવાની ખૂબ મજા આવે છે. લીલા શાકભાજી dry fruits વગેરે ખાઈને શરીરમાં એનર્જી આવે છે. અને શરીરમાં હિમોગ્લોબીન અને વિટામિન્સ મળે છે .આજે પાલક વટાણા અને પનીર નો પુલાવ બનાવ્યો છે .જે નો કલર એકદમ ગ્રીન અને આંખને ખૂબ જ ગમે છે. Jyoti Shah -
પનીર લબાબદાર (Paneer lababdar recipe in gujarati)
#GA4#Week6#paneerપનીર ની આ સ્વાદિષ્ટ રેસીપી તપાસો. Unnati Desai -
સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati)
#સુપરશેફ4#week4#રાઈસઆપણે સ્પ્રાઉટસનુ શાક અને સલાડ બનાવતાં જ હોય છે. એ જ રીતે સ્પ્રાઉટસ વડે પુલાવ પણ એટલો જ સરસ લાગે છે. તેમજ હેલ્ધી વાનગી છે. Urmi Desai -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#GA4#week2લીલાં શાકભાજી નાં ફાયદા અનેક છે પરંતુ આજ કાલ કોઈને લીલાં શાકભાજી ખાવા ગમતાં નથી. પરંતુ તેમાં આપણે આપણને ભાવતી વસ્તુ ઉમેરીએ તો તે ખાવા ની મજા જ કંઈક જુદી છે,સાથે સાથે જે નથી ભાવતું તેના ગુણો પણ આપણને મળે છે,આજે તેવી જ એક નવી રેસિપી એટલે કે પાલક પુલાવ.આ પુલાવ મારી નણંદને તો એટલો બધો પ્રિય છે કે તે એમ જ કહે કે પાલક પુલાવ તો ભાભી બનાવશે તો જ હું ખાઈશ!આ રેસીપી તમે પણ જરૂર થી બનાવજો, જે બનાવામાં સરળ છે સાથે સાથે ઘરનાં દરેક વ્યક્તિને પણ અવશ્ય ભાવશે. Himani Chokshi -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
આ એક પજાબી શાક છે. આ પાલક અને પનીર ટામેટાં અને કાંદા ની ગ્રેવી થી બનતી વાનગી છે. આજના જમાના બળકો લીલા શાકભજી તેમજ ભાજી કે ખાવાનું પસંદ નથી કરતા પણ એજ વસ્તુ તમે કઈ અલગ રીતે બનાવીને આપો તો એલોકો હોંશે હોંશે ખાય છે આ એક હેલધી અને પોષટીકે વાનગી છે. તો ચાલો બનાવીએ પાલક પનીર.#GA4#Week6 Tejal Vashi -
તવા પુલાવ (Tawa pulav recipe in Gujarati)
તવા પુલાવ મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે જે સામાન્ય રીતે પાવભાજી ની લારી પર જોવા મળે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ પુલાવ નો પ્રકાર છે જે ઝડપથી બની જાય છે. તવા પુલાવ રાયતા અને પાપડ સાથે ખૂબ જ સરસ લાગે છે. ઉનાળાના દિવસોમાં જ્યારે આપણને ખાવાની ઓછી ઈચ્છા થતી હોય છે ત્યારે બનાવી શકાય એવી આ એક પરફેક્ટ રેસીપી છે.#SD#RB8#cookpadindia#cookpad_gu spicequeen -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
પાઉં ભાજી ની લારી પર આ પુલાવ મળે છે જે એકદમ સ્પાઈસી હોય છે. રવિવારે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે અને વન પોટ મીલ છે .#RC3#Week3 Bina Samir Telivala -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoપુલાવ જુદી જુદી રીતે બનાવતા હોય છે પુલાવ એ બધા ની મનપસંદ વાનગી હોય છે કે હુ પાલક પુલાવ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut
More Recipes
ટિપ્પણીઓ (18)