હરા ભરા પુલાવ (Hara bhara pulav recipe in Gujrati)

Pratiksha's kitchen.
Pratiksha's kitchen. @cook_18017693
Valsad

#ભાત
દોસ્તો પુલાવ ઘણા પ્રકાર ના બનતા હોય છે.. આજે આપણે હરિયાળી પુલાવ બનાવશું..જેને ગ્રીન પુલાવ કે હરિયાલી પુલાવ પણ કેહવાય છે.. આ પુલાવ માં બધા લીલાં રંગ ના શાક નો વપરાશ થાય છે..અને તે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે..અને આ પુલાવ લીલાં શાક ના હોવાથી હેલ્ધી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોય લેશું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. 1મોટી ઝૂડી પાલક
  2. ૧૧/૨ વાટકી બાસમતી ચોખા
  3. 2ચમચા સમારેલા ગાજર
  4. 2ચમચા સમારેલા લીલાં કાંદા
  5. ૧ચમચો વટાણા
  6. 1ચમચો સમારેલા કેપ્સીકમ
  7. 2ચમચા સમારેલી કાંદા ભાજી
  8. 1 ચમચીવાટેલું આદુ
  9. 4લીલાં મરચાં
  10. 2ચમચા ઘી
  11. 1 ચમચીજીરું
  12. 2લવિંગ
  13. ૫-૬ મરી
  14. 1એલચી
  15. 1તજપાન
  16. 1 ટુકડોતજ
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. 1ચમચો લીલાં કોથમીર
  19. ૪-૫ ટામેટા ની સ્લાઈસ ગાર્નિશ માટે
  20. ૫-૬ કાકડી ની સ્લાઈસ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    પાલક ને સાફ કરી સ્વચ્છ ધોઈ ને પાણી ગરમ કરી તેમાં ૨ મિનિટ માટે બાફી લેવી. પછી પાણી અલગ કરી ઠંડુ પડે એટલે મિક્સર માં પીસી લેવું. બાસમતી ચોખા ને સાફ કરી સ્વચ્છ ધોઈ ૪૫ મિનિટ સુધી પાણી માં પલાળી રાખવા.

  2. 2

    લીલાં કાંદા, કાંદા ભાજી, ગાજર,કેપ્સીકમ,લીલાં મરચાં,કોથમીર બધું ઝીણું સમારી લેવું.

  3. 3

    હવે એક કઢાઈ માં ઘી ગરમ કરી તેમાં જીરું, તજપાન,તજ,લવિંગ, મરી,એલચી, બધું નાખી તતડાવો. હવે તેમાં કાંદા,ગાજર,કેપ્સીકમ, લીલાં મરચાં, વાટેલું આદુ,વટાણા નાખી સાંતળો. હવે પલાળેલા બાસમતી ચોખા, મીઠું નાખી શાક સાથે ૨ મિનિટ સેક્વા..પછી જરૂર મુજબ પાણી ઉમેરી ચોખા ને ચડવા દેવા..

  4. 4

    પાણી સુકાય એટલે ગેસ બંધ કરી ઢાંકીને થોડી વાર રેહવા દેવું. જેથી પુલાવ છુટ્ટો થશે..

  5. 5

    હવે લીલાં કોથમીર ભભરાવી સર્વ કરવું.. કાકડી ટામેટા ના સલાડ થી ગાર્નિશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pratiksha's kitchen.
Pratiksha's kitchen. @cook_18017693
પર
Valsad
My name is Pratiksha patel.. I love cooking.😋💕
વધુ વાંચો

Similar Recipes