મિક્સ કઠોળ બાસ્કેટ પૂરી(mix kathol basket puri recipe in gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717

બાસ્કેટ પૂરી મારી ફેવરિટ છે એ રેગ્યુલર મારા ઘરે બને છે તમે બાસ્કેટ રેડી રાખીને પણ ગમે ત્યારે બનાવી શકો છો હું દર વખતે થોડી થોડી પૂરી બનાવી ને સ્ટોર કરી લવ છું જેથી જ્યારે પણ ખાવાની ઇચ્છા થાઈ ત્યારે બનાવી શકાય અલગ અલગ વસ્તું સ્ટફિન્ગ કરીને બનાવી શકાય પણ મને મિક્સ કઠોળ વાળી વધારે ગમે તો હું એ જ બનાવું.નાની નાની ભુખ માટે બેસ્ટ ઓપશન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનીટ
30 નંગ
  1. બાસ્કેટ પૂરી માટે
  2. 1 કપમેંદો
  3. 1/2 કપમકાઈ નો લોટ(યેલ્લો)
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. 4-5 ચમચીતેલ મોણ માટે
  6. તેલ તળવા માટે
  7. 1/2 કપબાફેલા સફેદ ચણા
  8. 1/2 કપરાજમાં બાફેલા
  9. 1/2 કપબાફેલા દેશી ચણા
  10. 1 કપબાફેલા મગ
  11. 2બાફેલા બટેટા
  12. ચાટ મસાલો
  13. મરી પાઉડર
  14. ખજૂર આંબલી ની ચટણી
  15. ફૂદીનાં ની ચટણી
  16. 1 કપમીઠું દહીં(પાની નીતારેલું)
  17. ગાર્નિંશીંગ માટે
  18. દાડમ નાં દાણા
  19. નાયલોન સેવ
  20. ટામેટાં

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    બાસ્કેટ પૂરી માટે લોટ મીઠું અને તેલ મિક્સ કરી લોટ બાંધી લો.થોડી વાર રહેવા દો. હવે તેમાંથી રોટલી વણી તેને રાઉન્ડ કૂકી કટર થી કટ કરી બાસ્કેટ માં ગોઠવી ઉપર fork થિ કાણાં પાડી તેલ માં તળી લો.

  2. 2

    હવે બાસ્કેટ માં બધાં કઠોળ,બટેટા,એડ કરી ઉપર ચાટ મસાલો,મરી પાઉડર ભભરાવી તેની ઉપર ચટણી એડ કરી દહીં એડ કરી સેવ,દાડમ નાં દાણા,ટામેટાં મુકી રેડી કરો.

  3. 3

    આવી રીતે બધી પૂરી રેડી કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes