બોમ્બે મસાલા સેન્ડવીચ (Bombay Masala Sandwich Recipe In Gujarati)

Dharti Raviya
Dharti Raviya @cook_25489242
Rajula city
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 750 ગ્રામબટેકા
  2. 50 ગ્રામલીલા વટાણા
  3. 1 નાનો ટુકડોઆદું
  4. 4 નંગ નાનામરચા
  5. 2 નંગ મોટીડુંગળી
  6. 2 નંગટામેટા
  7. 6 કળીલસણ
  8. 2 નંગ નાનાલીંબુ
  9. 1 ચમચીમીઠું
  10. 1/2 ચમચીઓરેગન
  11. 1/2 ચમચીચિલીફ્લેક્સ
  12. 50 ગ્રામચીઝ
  13. 1 ચમચીચાટ મસાલો
  14. 1 ચમચીગરમ મસાલો
  15. 1 વાટકીટામેટા સોસ
  16. 1 વાટકીકોથમીર મરચા ની ચટણી
  17. 1 વાટકીલસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટેકા અને વટાણાને બાફી લેવા. સરસ રીતે બફાઈ ગયા બાદ બટેકા ની છાલ ઉતારીને બટેકા ને મેશ કરો

  2. 2

    ગેસ પર કડાઈ મૂકીને તેમાં બે ચમચી તેલ નાખવું. પછી તેમાં લસણની પેસ્ટ, સુધારેલી ઝીણી ડુંગળી, સુધારેલા ઝીણા ટામેટાં, આદુની પેસ્ટ, વટાણા ઝીણી સુધારેલી, કોથમીર, સ્વાદ અનુસાર મીઠું, ખાંડ, ગરમ મસાલો, ચાટ મસાલો, લીંબુનો રસ નાખી ધીમા તાપે પાંચ મિનિટ ચડવા દેવું.

  3. 3

    સરસ મસાલો તૈયાર બાદ ત્યારબાદ બે અલગ અલગ બેડ લઈને એક બ્રેડ માં કોથમીર અને મરચાં ની ચટણી લગાડવી બીજી બ્રેડ માં ટમેટાનો સોસ લગાડવો. કોથમીર મરચા ની પેસ્ટ લગાડેલી બ્રેડ પર બટેકા નો મસાલો મુકવો તેના પર ડુંગળી અને ટામેટા મુકવા, ઓરેગોન અને ચિલીફ્લેક્સ નાખવા (બાળકોને પસંદ ન હોય તો ઓરેગોન અને ચીલી ફ્લેક્સ નાખવા નહીં) છેલ્લે તેના પર ચીઝ નાખવું. સોસ વાળી બીજી બ્રેડ લઇ ને ઉપર મૂકવી

  4. 4

    ટોસ્ટર મશીન મા થોડું ચીઝ નાખીને તેના પર કાચી બનાવેલી સેન્ડવીચ મુકવી. 3 થી 4 મિનિટ પછી બાર પ્લેટ મા લઇ લેવી.

  5. 5

    પ્લેટ મા લીધા બાદ કટર થી ત્રિકોણ આકાર મા કાપી લેવી.

  6. 6

    તો તૈયાર છે ખુબ જ સ્વાદિષ્ટ બોમ્બે મસાલા સેન્ડવીચ......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharti Raviya
Dharti Raviya @cook_25489242
પર
Rajula city

Similar Recipes