ચુરમાના લાડુ(churma na ladu recipe in gujarati)

Bijal Mashru
Bijal Mashru @cook_25574939

#gc

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોઘઉંનો કરકરો લોટ
  2. તળવા માટે તેમજ મોણ માટે તેલ
  3. લોટ બાંધવા માટે થોડું ગરમ પાણી
  4. 400 ગ્રામ ગોળ
  5. 500 ગ્રામઘી
  6. ટુકડાકાજુ બદામ નાના નાના
  7. સૂકા નાળિયેરનું ખમણ
  8. ડેકોરેશન માટે ખસ ખસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક મોટા વાસણમાં લોટ લઇ તેમાં મુઠી પડતું મોણ નાખવું

  2. 2

    ત્યારબાદ તેનો તેમા ગરમ પાણી એડ કરતા જઈ કઠણ લોટ બાંધી એના મુઠીયા વાળો

  3. 3

    કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં મીડીયમ ગેસ પર મુઠીયા લાઈટ બ્રાઉન કલર ના તડવા

  4. 4

    ત્યારબાદ તળેલા મુઠીયા અને થોડા ઠંડા થાય એટલે મિક્સરમાં ક્રશ કરી લેવા

  5. 5

    ત્યારબાદ ગેસ પર ગરમ કરવા મોકલો ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી તેને હલાવતા રહેવુ

  6. 6

    ત્યારબાદ લોટમાં કોપરાનું ખમણ અને કાજુ બદામ એડ કરી તેમાં ગરમ કરેલા ગોળ ઘી એડ કરવા

  7. 7

    ત્યારબાદ તેના લાડુ બનાવી તેને ખસખસ લગાડી ડેકોરેશન કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Mashru
Bijal Mashru @cook_25574939
પર

ટિપ્પણીઓ

Similar Recipes