કચ્છી કડક (Kachhi Kadak Recipe In Gujarati)

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407

કચ્છની દાબેલી તો આપણે બધા હોંશે હોંશે ખાઈએ છીએ પછી તે બહારની હોય કે ઘરની હોય. બાળકો અને મોટાઓ બધાને દાબેલી પ્રિય હોય છે. પણ ઘણા ઓછા લોકો હશે જેમે કચ્છી કડક ક્યારેય ખાધું હોય. અને જો ખાધું હોય તો પછી તે દાઢે વળગ્યા વગર ન રહે. અને જો દાઢે વળગી ગયું હોય તો પછી આજે અમે તમારા માટે કચ્છી કડકની રેસીપી લાવ્યા છે. તો નોંધીલો અને આજે જ ટ્રાઈ કરો.

કચ્છી કડક (Kachhi Kadak Recipe In Gujarati)

કચ્છની દાબેલી તો આપણે બધા હોંશે હોંશે ખાઈએ છીએ પછી તે બહારની હોય કે ઘરની હોય. બાળકો અને મોટાઓ બધાને દાબેલી પ્રિય હોય છે. પણ ઘણા ઓછા લોકો હશે જેમે કચ્છી કડક ક્યારેય ખાધું હોય. અને જો ખાધું હોય તો પછી તે દાઢે વળગ્યા વગર ન રહે. અને જો દાઢે વળગી ગયું હોય તો પછી આજે અમે તમારા માટે કચ્છી કડકની રેસીપી લાવ્યા છે. તો નોંધીલો અને આજે જ ટ્રાઈ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 3 નંગમોટા બાફેલા ટામેટાની ગ્રેવી
  2. 500 ગ્રામબાફેલા બટાટાનો માવો
  3. 1/2 ટી સ્પૂનલાલ મરચુ પાઉડર
  4. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  5. 150 ગ્રામદાબેલીનો મસાલો
  6. સ્વાદ અનુસારમીઠું
  7. જરૂર મુજબ જીણી સમારેલી ડુંગળી
  8. જરૂર મુજબ જીણી સેવ
  9. જરૂર મુજબ પાણી
  10. 1 વાટકીખજૂર-આંબલી ની ચટણી
  11. જરૂર મુજબ લસણની ચટણી
  12. 6 નંગબટર ટોસ્ટ કરેલી બ્રેડ, અથવા ટોસ્ટ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં ત્રણ ટેબલ ચમચી તેલ લેવું.

  2. 2

    તેલ ગરમ થાય એટલે તેમાં ત્રણ ટામેટા બાફીને તેને ક્રશ કરીને તૈયાર કરેલી ગ્રેવી એડ કરવી. ગેસની ફ્લેમ મીડીયમ ટુ હાઈ રાખીને તેને 2-3 મીનીટ ચઢવા દેવું.

  3. 3

    બધું બરાબર ઉકળી જાય એટલે તેમાં 2-3 ચમચી લસણની લાલ ચટણી એડ કરવી.

  4. 4

    ટામેટાનું પાણી ઉડી જાય એટલે તેમાં 150 ગ્રામ દાબેલીનો મસાલો એડ કરી લેવો.

  5. 5

    હવે થોડું તેલ સાઇડમાં છુટ્ટુ પડે ત્યા સુધી તેને સાંતળવું. તેલ છુટ્ટુ પડવા લાગશે.

  6. 6

    હવે તેમાં 500 ગ્રામ બાફેલા બટાટાનો માવો એડ કરવો. અને તેને 2-3 મીનીટ સાંતળી લેવું.

  7. 7

    હવે તેમાં અરધી નાની ચમચી લાલ મરચુ પાઉડર, સ્વાદ અનુસાર મીઠુ, અને અરધી નાની ચમચી ગરમ મસાલો એડ કરવો અને તેને વ્યવસ્થીત મિક્સ કરી લેવું.

  8. 8

    બરાબર મિક્સ કરી લીધા બાદ તેમાં એકથી ડોઢ કપ પાણી એડ કરવું.ત્યાર બાદ તેમાં 2-3 ચમચી ખજૂર આંબલી ચટણી એડ કરવી

  9. 9

    તેને 1-2 મીનીટ ઉકળવા દીધા બાદ તેમાં કોથમીર અને સુક નાળિયેર ભભરાઈ દેવું. હવે માત્ર એક જ મીનીટ ઉકળવા દહીં ગેસ બંધ કરી દેવો.

  10. 10

    હવે સર્વિંગ માટે એક પહોળો બોલ લેવો. અને તેમાં ટોસ્ટ કરેલી બ્રેડના મોટા ટુકડા અથવા તો ટોસ્ટ લો હવે આ ટોસ્ટ ના ટુકડા પર 3-4 ચમચા તૈયાર કરેલી ગ્રેવી એડ કરવી.

  11. 11

    હવે તેના પર બધી ચટણી જીણી સેવ, સમારેલી ડુંગળી, મસાલા સીંગ, પર દાડમના દાણા, જીણી સમારેલી કોથમીર, ટચ આપતા સુકા નાળીયેરનું કતરણ નાખવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes