સોજી ના ઢોકળા(sooji Dhokla recipe in GUJARATI)

Kamini Patel
Kamini Patel @cook_25035688

#ફટાફટ
ઢોકળા બધા ને ભાવતી વાનગી છે આ સોજી ના ઢોકળા જલ્દી થી બની જાય છે કોઈ મેહમાન આવે તો ઝટપટ બનાવી શકાય છે બાળકો ને નાસ્તા માં બનાવી અપાય છે

સોજી ના ઢોકળા(sooji Dhokla recipe in GUJARATI)

#ફટાફટ
ઢોકળા બધા ને ભાવતી વાનગી છે આ સોજી ના ઢોકળા જલ્દી થી બની જાય છે કોઈ મેહમાન આવે તો ઝટપટ બનાવી શકાય છે બાળકો ને નાસ્તા માં બનાવી અપાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૧ કપસોજી
  2. ખાટી છાસ ૧ કપ
  3. મીઠુ સ્વાદ મુજબ
  4. જીરું ૧ ચમચી
  5. ૧ ચમચીલીલા મરચા કાપેલા
  6. ૧/૨ ચમચીઆદુ પેસ્ટ
  7. ચમચીખાંડ અડધી
  8. ચમચીખાવાનો સોડા (ઇનો)અડધી
  9. તેલ વઘાર માટે
  10. ૧ ચમચીરાઈ
  11. લીમડી પાન વઘાર માટે
  12. તલ ૧ ચમચી
  13. ચપટી હિંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પહેલા સોજી ને એક વાસણ માં લો તેમાં મીઠુ ખાટી છાસ ઉમેરી લો ને બરાબર હલાવો તેમાં લીલા મરચા આદુ ની પેસ્ટ ઉમેરો ને મિક્સ કરી ખીરું તૈયાર કરો ત્યાર બાદ ખીરા ૧૦ મિનિટ ઢાંકી દો

  2. 2

    ૧૦ મિનિટ બાદ ખીરા ના ખાવા નો સોડા ઉમેરી બરાબર હલાવી લો ગેસ પર ઢોકળા કૂકર માં પાણી ઉમેરી ને ગરમ કરો ત્યાર બાદ ઢોકળા માટે ની ડીશ માં સેજ તેલ લગાવી લો તેમાં ખીરું રેડી દો ને ઢાંકણું ઢાંકી દો. ને ઢોકળા ને ચડવા દો. ૫ મિનિટ બાદ ચપ્પા થી ચેક કરી લો ઢોકળા ચઢી ગયા છે કે કેમ

  3. 3

    ઢોકળા ડીશ ને કૂકર માં થી બહાર લઇ લો ને કાપા પાડી દો

  4. 4

    વઘાર માટે વઘારીયા માં ૨ ચમચી તેલ લો તેલ ગરમ થાય એટલે રાઈ નાખો રાઈ તતડે એટલે જીરું ને તલ લીમડી ના પાન ઉમેરો ને ગેસ બંધ કરી દો આ વઘાર ને ઢોકળા પર રેડી દો ને ચટણી સાથે સર્વ કરો

  5. 5

    તો તૈયાર છે સોજી ના ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kamini Patel
Kamini Patel @cook_25035688
પર
i love cooking.. Make a new dishes is my hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes