સોજી ઢોકળાં (Sooji Dhokla Recipe In Gujarati)

સોજીના ઢોકળાં ફટાફટ બની જાય છે. સોજી એટલે રવો. કોઈ વાર મહેમાન આવ્યા હોય તો નાસ્તામાં ગરમ શું બનાવવું?એ સવાલ થાય છે. ત્યારે આ ઢોકળાં ને ફટાફટ બનાવી શકાય છે. આમાં આથો લાવવો પડતો નથી. સાંજની ઓછી ભૂખ માટે પણ આ વિકલ્પ સારો છે.
#CB2
સોજી ઢોકળાં (Sooji Dhokla Recipe In Gujarati)
સોજીના ઢોકળાં ફટાફટ બની જાય છે. સોજી એટલે રવો. કોઈ વાર મહેમાન આવ્યા હોય તો નાસ્તામાં ગરમ શું બનાવવું?એ સવાલ થાય છે. ત્યારે આ ઢોકળાં ને ફટાફટ બનાવી શકાય છે. આમાં આથો લાવવો પડતો નથી. સાંજની ઓછી ભૂખ માટે પણ આ વિકલ્પ સારો છે.
#CB2
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં સોજી,ખાટું દહીં,મીઠું,વાટેલા આદું-મરચાં તથા પાણી ઉમેરી ખીરું તૈયાર કરી, ઢાંકીને 10 મિનિટ રહેવા દો.
- 2
હવે બીજી બાજુ ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દો.હવે ઢોકળિયા ની થાળીમાં તેલ લગાવી દો. હવે ખીરામાં સોડા નાંખી હલાવી થાળીમાં પાથરો. હવે એના ઉપર લાલ મરચું પાઉડર તથા મરી પાઉડર ભભરાવી એ થાળીને ઢોકળિયા માં બાફવા મૂકો.
- 3
12-15 મિનિટ પછી ઢોકળિયા માં થી થાળી બહાર કાઢી લો. થાળી ઠંડી પડે પછી ઢોકળા ના કટકા કરવા. આ ગરમ ઢોકળાને શીંગતેલ તથા લીલી ચટણી સાથે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે.
- 4
આ ઢોકળા ઉપર તેલ-રાઈનો વઘાર કરી ને પણ પીરસી શકાય છે. પણ અમારા ઘરમાં વઘાર વાળા ઢોકળા બધાને ભાવતા નથી એટલે મેં વઘાયાંઁ નથી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સોજી ઢોકળાં (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#Week2 સોજીના ઢોકળાં જેનું નામ જ ફટાફટ ઢોકળાં. ભૂખ લાગી કે 10 મિનિટ માં તૈયાર કરી ખાઈ શકો.મૂળ દક્ષિણ ભારતની રેશીપી છે.ખાવામાં-પચવામાં હળવી,ઓછી સામગ્રીએ બનતી સરળ અને સ્વાદિષ્ટ અને સૌને પસંદ આવે. Smitaben R dave -
સોજી ઢોકળાં (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#cookpadindia#CookpadgujaratiWeek 2સોજી ઢોકળાંDil ❤ Pukare.....💃💃💃 Kha Leee Kha Leee Kha Reee...Abhi Na Ja Mere Sathi....Dil ❤ pukareeee Kha Leeee Kha Reeee Kha Reeee Ketki Dave -
દૂધીના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
ગુજરાતીઓ ને ભાવતી જો કોઈ વસ્તુ હોય તો એ છે ઢોકળાં. તેઓ ને ઢોકળાં મળે એટલે ખુશ થઈ જાય. આજે મેં દાળ-ચોખા પલાવ્યા વગર અને આથો લાવ્યા વગર ઢોકળાં બનાવ્યા છે.મારા ઘરમાં દૂધી કોઈને ભાવતી નથી છતાં પણ મેં આજે દૂધી અને રવાના ઢોકળાં બનવ્યા એ બધાને ભાવ્યા. ખબર જ નથી પડતી કે આમાં દૂધી નાંખી છે. આ હેલ્ધી, સ્પોંજી અને ટેસ્ટી ઢોકળાંની રીત જોઈએ.#EB Vibha Mahendra Champaneri -
વધેલા ભાતના ઢોકળાં
ઘણી વખત રસોઈ વધતી હોય છે. ખાસ કરીને જયારે મહેમાન આવ્યા હોય ત્યારે. એમાં પણ ભાત જેવી વસ્તુને તો આપણે વધારીને ખાતા હોઈએ છીએ. પણ વધારેલા ભાત બધાને નથી ભાવતા.પણ જો એના ઢોકળાં બનાવીશું તો સાંજે એ હોંશે- હોંશે ખવાશે. આજે મેં વધેલા ભાતના ઢોકળાં બનાવ્યા છે.જે ફટાફટ અને ઓછી સામગ્રી થી બની જાય છે. Vibha Mahendra Champaneri -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#સોજી ઢોકળા#CB2#Week2 Sunita Vaghela -
સોજી ના ઢોકળાં (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#Week 2#Theme : છપ્પન ભોગ રેસીપી છપ્પન ભોગ રેસીપી માં સોજી ના ઢોકળાં બનાવવા ની થીમ આપી છે....ઢોકળાં આમ તો દરેક ગુજરાતી ને ત્યાં દાળ- ચોખા પલાળીને આથો લાવી ને બનાવતાં જ હોય છે....પણ અચાનક જ ઢોકળાં નું મન થાય અને બનાવવાં હોય તો સોજી ઢોકળાં' बेस्ट 'સોજી ઢોકળાં માં પણ ઘણી બધી રીતે બનાવી શકાય અગાઉ મેં કૂકપેડ માં ચીઝ કોર્ન કેપ્સીકમ ઢોકળાં મુક્યાં છે....પણ આજે સાદા સોજી ઢોકળાં બનાવી ને રેસીપી મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ રેસીપી ચોકકસ ગમશે. Krishna Dholakia -
સોજીના ઢોકળાં (Sooji Dhokla Recipe In Gujarati)
#મોમદરેક પ્રકારના ઢોકળાં મારાં ઘરના નાના મોટાં દરેકની પ્રિય વાનગી છે.એમાંથી આજે મે સોજીના ઢોકળાં બનાવ્યાં છે.સોજી નાનાં મોટાં બધાં માટે ખુબ હેલ્થી છે.સોજી નાં ઢોકળાં ખુબ ઓછાં સમય માં જલ્દીથી બની જાય છે.બાળકો માટે ટિફિન બોક્ષ,સવારે નાસ્તામાં, સાંજના નાસ્તા માં કે કોઈ વાર અતિથિ આવ્યાં હોય તો જલ્દી થી નાસ્તામાં બનાવી ને સર્વ કરવામાં સહેલાઈ રહે છે. Komal Khatwani -
લસણ વાળા ખાટાં ઢોકળાં (Lasan Vala Khata Dhokla Recipe In Gujarati)
ઢોકળાંનું નામ સાંભળીને ગુજરાતીઓના મોંમાં પાણી આવી જાય. પણ હવે એવું નથી રહ્યું કે ફક્ત ગુજરાતી લોકો જ ઢોકળાં બનાવે છે. હવે તો નૉન ગુજરાતી લોકો પણ ઢોકળાં બનાવતા હોય છે. મેં આજે લસણવાળા ઢોકળાં બનાવ્યા છે.#MBR1 Vibha Mahendra Champaneri -
પાલકની ભાજીના મુઠીયા (Palak Bhaji Muthia Recipe In Gujarati)
હવે શિયાળો પૂરો થવા આવ્યો છે તો છેલ્લે- છેલ્લે પાલકની ભાજીના મુઠીયા બનાવ્યા છે.આ મુઠીયા સવારના ગરમ નાસ્તામાં અથવા સાંજની ઓછી ભૂખ માટે નો સારો વિકલ્પ છે. આ ડીશ પૌષ્ટિક તથા હેલ્ધી છે.#BW Vibha Mahendra Champaneri -
-
-
બાજરીના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
બાજરીના ચમચમિયા એ એક વિસરાઈ ગયેલી ગુજરાતી વાનગી છે.શિયાળામાં બનાવાતી આ વાનગી પૌષ્ટિક અને ટેસ્ટી છે. સવારના ગરમ નાસ્તામાં અથવા સાંજની ઓછી ભૂખ માટે આ વાનગી પરફેક્ટ છે.#GA4#Week24 Vibha Mahendra Champaneri -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓના પ્રિય એવા હાંડવો અને ઢોકળાં તો દેશ-પરદેશમાં પ્રખ્યાત છે. ગુજરાતીઓ હાંડવાને પણ અલગ- અલગ સામગ્રીથી અલગ-અલગ રીતે બનાવતા હોય છે. ઘરે કોઈ મહેમાન આવે તો ફટાફટ ગરમ નાસ્તા તરીકે પણ બનાવે છે. ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં રવા હાંડવો બની જાય છે.#EB Vibha Mahendra Champaneri -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2Week-2આ રીતે ઢોકળા બનાવવા નો આઈડિયા મને મારી છ વર્ષ ની દીકરી એ આપ્યો. મેં તેને એક દિવસ પીળા ઢોકળા બનાવીને ખવડાવ્યા. પૂછ્યું કે તારે કેવા ઢોકળા ખાવા છે તો તેમણે મજાકમાં કહ્યું પીળા બનાવ સફેદ બનાવ, પીળા બનાવ સફેદ બનાવ. તો મેં બંને રંગના ઢોકળા તેના માટે બનાવી દીધા. તે આ જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. Priti Shah -
-
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#WEEK2#Cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2 Week 2 છપ્પન ભોગ ખુબજ ટેસ્ટી ઇન્સ્ટન્ટલી બની જતા રવાના ઢોકળા. સરળતાથી ઝટપટ બનતા જાળીદાર રવા ના ઢોકળા. ઓછા તેલ માં બનતા રૂ જેવા સ્પોંજી ઢોકળા. સવારના નાસ્તામાં, અથવા સાંજની ચ્હા સાથે કે અચાનક મહેમાન આવવાના હોય ત્યારે ઓછા સમયમાં બનતો નાસ્તો. Dipika Bhalla -
-
દૂધી ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#RC2અહીં રવો,દહીં અને દૂધી ના ઉપયોગ કરી દૂધી ના ઢોકળાં બનાવાનો પ્રયત્ન કર્યો છે. દૂધી ના ઢોકળાં ટેસ્ટ માં ખૂબ સરસ બને છે. જો આ ઢોકળાં ને આથા વગર બનાવા હોય તો રવા સાથે બનાવી શકાય. બહુ ટાઈમ પણ નથી લાગતો. Chhatbarshweta -
-
-
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા એ ગુજરાતી ઓ ની ફેવરેટ વાનગી. આ સોજી ઢોકળા ઈન્નસ્ટ ઢોકળા ની વેરાઇટી છે જે તમને ગમશે.#CB2#Week2 Bina Samir Telivala -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે સોજી ઢોકળા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
-
વેજ સોજી ટોસ્ટ (Veg Sooji Toast Recipe In Gujarati)
#LCM1#MBR5#cookpadindia#cookpadgujratiવેજ સોજી ટોસ્ટ આજે ખાસ ખાસ આભાર cookpad નો.... આ ચેલેન્જ હતી ત્યારે જ ખબર નહોતી કે આટલુ Yuuuuuuummmmmilicious થશે.... આ વેજ સોજી ટોસ્ટ.... બહારના બ્રેડ કરતા ઘણો ઘણો ઘણો હેલ્ધી & સ્વાદિસ્ટ છે.... છોકરાઓ માટે ખરેખર તો બહાર ના બ્રેડ કરતા આ ઑપ્શન ... બનાવો તો માનશો Ketki Dave -
-
સોજી મગ દાળ અને ચણા દાળ મિક્સ ઢોકળા (Sooji Moong Dal Chana Dla Mix Dhokla Recipe In Gujarati)
#CB2છપ્પન ભોગ રેસીપી પોસ્ટસોજી ઢોકળા (મગ દાળ અને ચણા દાળ મિક્સ) પ્રોટિન ઢોકળા Parul Patel -
More Recipes
ટિપ્પણીઓ (6)