કેસર દૂધપાક (kesar Doodhpak Recipe In Gujarati)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#દૂધપાક
#ટ્રેન્ડિંગવાનગી
#ટ્રેન્ડિંગ
#ટ્રેડિંગ
#trending
#સાઈડ

ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહ્યા છે। ગુજરાત માં ખાસ કરી ને આ મહિના માં પૂર્વજોને અર્પણ કરવા માટે દૂધપાક બનાવવા માં આવે છે। એટલા માટે આ સમયે દૂધપાક ની રેસીપી સૌથી ટ્રેડિંગ હોય છે। મારા મમ્મી ના હાથ નો દૂધપાક મને ખૂબ જ ભાવે છે। હું એમની પાસે થી જ આ રેસીપી શીખી છું.

દૂધપાક એ ગુજરાતી અને પારસી વાનગીઓની વિશેષતા છે, જેમાં દૂધ, ચોખા અને ખાંડનો સમાવેશ થાય છે. તેમાં સામાન્ય રીતે ઇલાયચી, જાયફળ અથવા કેસર જેવા મસાલા અને વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ અને બદામ, પિસ્તા, કાજુ અથવા ચારોલી (જેને ચિરોનજી પણ કહેવામાં આવે છે) જેવા સ્વાદ હોય છે.

ભારતમાં, ખાસ કરી ને ગુજરાત માં આ પરંપરાગત ક્રીમી મીઠાઈ સામાન્ય રીતે ખાસ પ્રસંગો અને તહેવારો માટે તૈયાર કરવામાં આવે છે, અને તે ગરમ પૂરી અથવા પકોડા સાથે માણી શકાય છે.

આરોગ્ય હેતુ પણ દૂધપાક ગુણકારી છે. ભાદરવા મહિના માં દિવસ ગરમ અને રાત ઠંડી હોવાથી શરદી ખાંસી ની શક્યતા વધુ હોય છે જેમાં ગરમ દૂધ અને ચોખા નું એટલે કે દૂધપાક નું સેવન કફનાશક બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનિટ
5-6 સર્વિંગ્સ
  1. 3 લિટરદૂધ (ફૂલ ફેટ)
  2. 100 ગ્રામકવચી ચોખા
  3. 140 ગ્રામખાંડ (મીઠાશ પ્રમાણે)
  4. 1 ચમચીઘી
  5. 10-12 નંગ આખી બદામ
  6. 10-15 નંગ કેસર ના તાંતણા
  7. 1/4 ટીસ્પૂનઇલાયચી પાઉડર
  8. 4 ટેબલસ્પૂનબદામ ની કતરણ
  9. 1 ટેબલસ્પૂનપિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને ધોઈ 15-20 મિનિટ માટે પાણી માં પલાળી દો. કેસર ને પણ 3 ચમચી હુંફાળા દૂધ માં પલાળી દો।

  2. 2

    હવે એક જાડા તળિયા વાળા તપેલા માં પેહલા થોડું (3-4 ચમચી) પાણી નાખો અને તેમાં દૂધ નાખી 1 ઉભરો આવે ત્યાં સુધી મીડીયમ ફ્લેમ પર ગરમ કરો. હવે ગેસ ધીમો કરી દો. હવે પછી ના બધા પગલાં ધીમા ગેસ પર જ કરવાના છે।

  3. 3

    પલાળેલા ચોખા માંથી પાણી કાઢી લો. તેમાં એક ચમચી ઘી નાખી મિક્સ કરી ને ચોખા ને દૂધ માં નાખી દો. (ઘી નાખવાથી દૂધપાક સુંવાળો લાગે છે). હવે તેમાં આખી બદામ ઉમેરો. બદામ નાખવા થી દૂધપાક નો રંગ જલ્દી બદલાય છે અને હલકો બદામી રંગ આવી જાય છે.

  4. 4

    જ્યાં સુધી ચોખા બરાબર ચઢી નહિ જાય ત્યાં સુધી દૂધ સતત હલાવતા રહો. ચોખા ચઢતા લગભગ 20-25 મિનિટ લાગે છે. વચ્ચે વચ્ચે ચોખા ચઢ્યા કે નહિ તપાસતા રહો. ચોખા ચઢી જાય એટલે તેમાં ખાંડ અને કેસર વાળું દૂધ ઉમેરો અને ઉકાળો જ્યાં સુધી દૂધ 1/2 નહિ થઇ જાય। દૂધ ને હલાવતા રેહવું અને રવઈ થી વચ્ચે વચ્ચે વલવવું જેથી દૂધ અને ચોખા એકરસ થઇ જાય.

  5. 5

    દૂધપાક થઇ જવા આવે એટલે તેમાં બદામ અને પિસ્તા ની કતરણ તથા ઇલાયચી પાઉડર ઉમેરો અને હલાવી ને ગેસ બંધ કરી દો.દૂધપાક ઠરે એટલે ફ્રિજ માં ચિલ્ડ કરી સર્વ કરો.

  6. 6

    તૈયાર છે કેસર દૂધપાક !!! ઈચ્છા મુજબ ગાર્નિશિંગ અને પ્લેટિંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

ટિપ્પણીઓ (29)

Similar Recipes