ઇન્સ્ટન્ટ મગ દાળ નાં ઢોસા(Instant Mung Dal Dosa Recipe In Gujarati)

Ami Master
Ami Master @Ashtu_28062005
Vadodara

મગ ની દાળ નાં ઢોસા એ સવારે , બપોરે, કે રાતે ભોજન માં લઇ શકાય, આ ઢોસા માં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, અને ફાઇબર મળે છે , સાથે કોપરા ની ચટણી ડીશ માં ઓર વિટામીન માં વધારો કરે છે, જે ડાયટ કરતા હોય તેનાં માટે પણ આ ડીશ ખૂબ ઉપયોગી છે. અને આ ડીશ માં આથો લાવની પણ જરુર નથી , ઇન્સ્ટન્ટ બનાવવા ની છે. #સપ્ટેમ્બર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
6 જણ
  1. ૧ કપફોતરાં વાળી મગ દાળ
  2. ૨ ચમચીચોખા નો લોટ
  3. ૧ નંગ મીડીયમ કાંદો
  4. ૨ ચમચીકોથમીર
  5. ૧ ચમચી જીરું
  6. ૧ ચમચીઆદું મરચા
  7. ૧/૨ કપપાણી
  8. સ્વાદ અનુસારમીઠું
  9. જરૂર મુજબઘી
  10. કોપરા ની ચટણી માટે
  11. ૧/૨ કપ કોપરા ની વાટી
  12. ૪ ચમચી દાળિયા
  13. ૨ ચમચી આદું મરચા
  14. ૧ ચમચી ખાંડ
  15. ૧ ચમચી જીરું
  16. ૨ ચમચી દહીં
  17. 20 નંગમીઠા લીમડી નાં પાન
  18. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ મગ દાળ ૫ કલાક પલાળૉ, અથવા આખી રાત પલાળૉ,

  2. 2

    પછી પાણી નિતારી મિક્સર જાર માં મગ દાળ લઇ તેમાં કાંદો, ચોખા નો લોટ, કોથમીર,આદું મરચા, મીઠું,થોડું પાણી નાંખી વાટી લો.

  3. 3

    હવે, ગેસ પર ઢૉસા ની તાવી ગરમ કરી તેનાં પર તેલ લગાવી લૂછી ગેસ ધીમો કરી તેનાં પર ઢોસા બેટર પાથરો હવે, ગેસ મીડીયમ કરી ઢોસા નો કલર બદલાય એટલે તેનાં પર ઘી લગાડો પછી તેને બીજી બાજુ ફેરવી લો. એટલે ઢોસા રેડી.તેને કોપરા ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Master
Ami Master @Ashtu_28062005
પર
Vadodara
I love trying new varieties of food
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes