દૂધપાક (Doodhpak Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

શ્રાધ્ધ સ્પેશિયલ રેસીપી
સપ્ટેમ્બર સુપર રેસીપ
#SSR : દૂધપાક
શ્રાધ પક્ષમાં દૂધપાક અને ખીર નું મહત્વ વધારે હોય છે. તો આજે મેં દૂધપાક બનાવ્યો. દૂધપાક નાના-મોટા બધાને પ્રિય હોય છે.અમારા ઘરમા બધાને દૂધપાક બહુ જ ભાવે.

દૂધપાક (Doodhpak Recipe In Gujarati)

શ્રાધ્ધ સ્પેશિયલ રેસીપી
સપ્ટેમ્બર સુપર રેસીપ
#SSR : દૂધપાક
શ્રાધ પક્ષમાં દૂધપાક અને ખીર નું મહત્વ વધારે હોય છે. તો આજે મેં દૂધપાક બનાવ્યો. દૂધપાક નાના-મોટા બધાને પ્રિય હોય છે.અમારા ઘરમા બધાને દૂધપાક બહુ જ ભાવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૭ વ્યક્તિ
  1. સાડા ત્રણ લીટર ફૂલ ફેટ દૂધ
  2. 1 ટેબલ સ્પૂનઘી
  3. ૩ ટેબલસ્પૂનચોખા
  4. 1બાઉલ ખાંડ
  5. 3-4 ટેબલ સ્પૂનકન્ડેન્સ મિલ્ક
  6. 1 ચુટકીકેસર પાઉડર
  7. 8-10કેસરના તાંતણા
  8. 4 ટેબલ સ્પૂનડ્રાયફ્રુટ ની કતરણ
  9. ૧/૪ ટીસ્પૂનજાયફળ
  10. ૧/૨ ટીસ્પૂનઇલાયચી પાઉડર
  11. ગાર્નિશ કરવા માટે ડ્રાયફ્રુટ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ એક જાડા તળિયાવાળા તપેલામાં દૂધ ઉકળવા મૂકવું દૂધમાં ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દેવો એ કેસરના તાંતણા પણ નાખી દેવા એટલે કેસર નો કલર સરસ આવી જશે.

  2. 2

    ચોખાને એક બે પાણી ધોઈ અને કપડામાં કોરા કરી લેવા ત્યારબાદ એક કડાઈમાં એક ટેબલસ્પૂન જેટલું ઘી મૂકી ચોખાને થોડા શેકી લેવા

  3. 3

    શેકેલા ચોખાને ઉકળતા દૂધમાં નાખી દેવા ધીમા તાપે સતત હલાવતા રહેવું ચોખા દૂધમાં જ ચડવા દેવા. ચોખા ચડવા આવશે એટલે તે ટ્રાન્સપરન્ટ દેખાવા લાગશે.

  4. 4

    હવે તેમાં ખાંડ ઉમેરવી અને કન્ડેન્સ મિલ્ક પણ નાખી દેવું ઇલાયચી, જાયફળ,કેસર પાઉડર, અને ડ્રાયફ્રુટની કતરણ પણ સાથે જ નાખી દેવી.

  5. 5

    દૂધપાકને ધીમા તાપે 45 મિનિટ થી એક કલાક જેટલો ઉકાળવો એટલે સરસ ઘટ્ટ થઈ જશે. દૂધપાક ને વચ્ચે વચ્ચે હલાવતા રહેવુ.

  6. 6

    એક તપેલીમાં કાઢી ઠંડો કરવા મૂકી દેવો. ફ્રીઝમાં ૫/૬ કલાક માટે ઠંડો થવા માટે મૂકવો.

  7. 7

    તો તૈયાર છે
    દૂધપાક
    સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર ડ્રાયફ્રુટની કતરણ નાખી ગાર્નિશ કરી સર્વ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes