કાકડી રાઇતું(Cucumber Raitu Recipe In Gujarati)

Loriya's Kitchen
Loriya's Kitchen @cook_26126837

આ એક મહારાષ્ટ્ર ની વાનગી છે. જે ખાવામાં ખુબજ સરસ લાગશે.

#સપ્ટેમ્બર
#સાઇડ
#Week1
#potato
#yogert

કાકડી રાઇતું(Cucumber Raitu Recipe In Gujarati)

આ એક મહારાષ્ટ્ર ની વાનગી છે. જે ખાવામાં ખુબજ સરસ લાગશે.

#સપ્ટેમ્બર
#સાઇડ
#Week1
#potato
#yogert

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મિનીટ
૩ થી ૪
  1. ૧૦૦ ગ્રામ કાકડી
  2. ૨ કપદહીં -
  3. ૧ નંગબાફેલું બટેકુ (ફરજિયતપણે નહી)
  4. ૧/૩ કપશેકેલા શીંગદાણા નો ભૂકો
  5. ૧ ચમચીતેલ
  6. ૧ નાની ચમચીરાઈ
  7. ડાળખી મીઠા લીમડા ના પાન
  8. ૧ નંગલીલું મરચું
  9. સ્વાદ મુજબ મીઠું
  10. ૧/૨ ચમચીખાંડ
  11. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનીટ
  1. 1

    સૌથી પેહલા કાકડી ને છાલ ઉતારી ને મોટી ખમણી થી ખમણી લેવી.

  2. 2

    બાફેલું બટેકું પણ તે જ ખમણી થી ખમણી લેવુ. બટેકુ નાખવું ફરજિયાત નથી પણ તેનાથી રાઇતું એકદમ ક્રીમી બને છે.

  3. 3

    હવે તેમાં ૨ કપ દહીં, શેકેલા શીંગદાણા નો ભૂકો, જરૂર પ્રમાણે મીઠું અને 1/2ચમચી ખાંડ નાખી ને બરાબર ક્રીમી બને ત્યાં સુધી મિક્સ કરો.

  4. 4

    હવે એક પેનમાં ૧ ચમચી તેલ નાખો. તેલ ગરમ થાય એટલે ૧ નાની ચમચી રાઈ, થોડા લીમડાના પાંદડા અને જીણું સમારેલું લીલું મરચું નાખો.

  5. 5

    (જો આ રાઇતું ફરાળ માટે બનવું હોય તો રાઈ ની જગ્યા એ તમે જીરું નાંખી ને પણ બનાવી શકો છો.)

  6. 6

    હવે આ વઘારેલા તેલ ને દહીં વાળા મિશ્રણ ઉપર નાખી દો.

  7. 7

    કાકડી નું રાઇતું / કોશીમ્બીર તૈયાર છે. સાબુદાણા ની ખીચડી સાથે ઠંડું સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Loriya's Kitchen
Loriya's Kitchen @cook_26126837
પર

ટિપ્પણીઓ

Similar Recipes