બ્રેડ આલુ પરાઠા(BREAD ALOO PARATHA RECIPE IN GUJARATI)

Megha Thaker
Megha Thaker @cook_26308374

બ્રેડ આલુ પરાઠા(BREAD ALOO PARATHA RECIPE IN GUJARATI)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45min
4 સર્વિંગ્સ
  1. 6 નંગબટાકા
  2. 1 પેકેટસેન્ડવિચ બ્રેડ
  3. 1 વાટકીકોબી
  4. 2લીલા મરચા
  5. 1 ચમચીલાલ મરચા
  6. 1 વાટકીકોથમરી
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1 ચમચીધાણાજીરું
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 1/2 ચમચીઆમચૂર પાઉડર
  11. 1 વાટકીમાખણ
  12. 1 ચમચીચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

45min
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી ને છૂંદો કરી લેવો

  2. 2

    તેમાં ઝીણી સમારેલી કોબી,લીલા મરચા, લાલ મરચાં નાખવા

  3. 3

    તેમાં મીઠું, ધાણાજીરું, લાલ મરચું, આમચૂર પાઉડર, ગરમ મસાલો, કોથમીર નાખી મિશ્રણ ને હલાવી નાખવું.

  4. 4

    ત્યારબાદ બ્રેડ ને વાટકા થી ગોળ કાપી નાખવી,બટાકા ના મીશ્રણ ના ગોળા બનાવી તેને દાબી દેવાના

  5. 5

    ત્યારબાદ ગોળ આકાર આપેલી બ્રેડ ને વણી લેવાની,જો વણાતી વખતે બ્રેડ ફાટતી હોય એવું લાગે તો જરાક પાણી લગાવી ને વણવું.

  6. 6

    એક બ્રેડ પર તૈયાર કરેલો બટેકા નો મસાલો મૂકી, તેના પર બીજી બ્રેડ મૂકી બંને બ્રેડ ની કિનારી ને પાણી વડે ચોંટાડી દેવી,ફરી પાછી તેને વણી લેવાની

  7. 7

    ત્યારબાદ બ્રેડ પરોઠા ને લોઢી પર માખણ નાંખી બંને બાજુ શેકી લેવાના.

  8. 8

    બ્રેડ પરોઠા ને ટામેટા સોસ,લીલી ચટણી સાથે ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Thaker
Megha Thaker @cook_26308374
પર

ટિપ્પણીઓ

Similar Recipes