રેડ વેલવેટ ફ્રેશ ક્રીમ કેક (Red Velvet Fresh Cream Cake Recipe In Gujarati)

Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552

# ટ્રેન્ડ આજની મારી કેકમા મે બધું જ મટીરીયલ્સ ઘરમાંથી સરળતાથી મલી રહે ને બનાવવામાં ખુબજ સહેલી છે..

રેડ વેલવેટ ફ્રેશ ક્રીમ કેક (Red Velvet Fresh Cream Cake Recipe In Gujarati)

# ટ્રેન્ડ આજની મારી કેકમા મે બધું જ મટીરીયલ્સ ઘરમાંથી સરળતાથી મલી રહે ને બનાવવામાં ખુબજ સહેલી છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

લગભગ કલાક
  1. 1 કપમેંદો
  2. 3/4 કપખાંડ પાઉડર
  3. 1/2 કપ માખણ
  4. 1/4 કપદૂધ
  5. 1/4 કપદહીં
  6. 2 ચમચી કોકો પાઉડર
  7. 1 ચમચી બેકિંગ પાઉડર
  8. 1/2 ચમચી બેકિંગ સોડા
  9. 1 ચમચી વિનેગર
  10. 1 ચમચી રેડ ફુડ કલર (બીટમાથી બનાવેલો)
  11. 1 ચમચી ચોકલેટ એસેન્સ
  12. 1/2 કપખાંડ સીરપ
  13. 1-1/2 કપ વ્હીપ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

લગભગ કલાક
  1. 1

    સૌથી પહેલા મેંદા મા કોકો પાઉડર,બેકિંગ પાઉડર, સોડા નાખી બે ત્રણ વાર ચારી લેવો. ને બાજું મા રાખો.

  2. 2

    બીજા બાઉલમાં માખણ ને બીટ કરો. સેજ હળવું થાય એટલે તેમાં ખાંડ પાઉડર એડ કરી ને બીટ કરો. એકદમ ફલફી થઇ જાય ત્યા સુધી બીટ કરવું.

  3. 3

    હવે તેમાં ચોકલેટ એસેન્સ ઉમેરો, ફુડ કલર ઉમેરો,

  4. 4

    દૂધ મા વિનેગર નાખી ને બાજું મા રાખો થોડી વાર મા દહીં જેવું થઇ જાસે.

  5. 5

    માખણ ને ખાંડ ના મીક્ષરમા હવે થોડો થોડો મેંદો ઉમેરતાં જાવને હલાવતા જવું જરુર લાગે તેટલું દૂધ ઉમેરો. ચમચી થી પાડો ને રીબન જેવું બેટર થવું જોયે.

  6. 6

    સાઇડમાં ઓવન દસ મીનીટ માટે પ્રિહીટ કરી લો. કેક ટીનમાં ગ્રીસ કરી ને મેંદો છાંટી લો. હવે તેમા બેટર એડ કરો. 160 ડીગ્રી તાપમાન માં 30 મીનીટ માટે બેક કરો.

  7. 7

    કેક બેક થઇ જાય એટલે સેજ ઠંડી થાય અનમોલડ કરી લો. ને જારી ઉપર ઠંડી થવા દો. બે ચાર કલાક પછી ગારનીશિંગ કરવું.

  8. 8

    ગારનીશિંગ માટે ; એક કપ વ્હીપ ક્રીમ બીટ કરો. કેક ને વચ્ચે થી કટ કરીને ત્રણ પાટ કરવા. એક કપ પાણી મા બે ચમચી ખાંડ નાખી ખાંડ સીરપ બનાવી લેવું.

  9. 9

    કેક બોડ ઉપર કેક નો પીસ મુકી તેના પર બે ચમચી જેટલું ખાંડ સીરપ છાટવુ. બે ચમચી વ્હીપ ક્રીમ પાથરવુ. આ રીતે આખી કેક કવર કરી લેવી. થોડા ક્રીમ મા રેડ કલર એડ કરી સ્ટાર નોઝલ થી ડોટસ ની ડીઝાઇન કરો. વચ્ચે બચેલી કેક ને ક્મ્બલ કરી હાર્ટ સેઇપ આપો.

  10. 10

    તૈયાર છે આપણી એકદમ ઇઝી અને દેખાવમા ખુબજ સુંદર ને ટેસ્ટી ટેસ્ટી હોમમેડ કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552
પર

Similar Recipes