હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
Navsari , Gujarat

#GA4
#Week3
#Chinese #Noodles
#Carrot

#cookpadindia
#cookpadgujarati
#cookpad

હક્કા નૂડલ્સ નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.મારી ઘરે પણ બધાને ભાવે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
6-7 વ્યકિત
  1. 1પેકેટ ચીન્ગસ હક્કા નૂડલ્સ
  2. 1 કપલાંબા સમારેલી ડુંગળી
  3. 1/2 કપલાંબા સમારેલા કેપ્સીકમ
  4. 1 કપલાંબી સમારેલી કોબીજ
  5. 1/2 કપઝીણી સમારેલી ગાજર
  6. 4 ચમચીક્રશ કરેલા આદુ,મરચાં,લસણ
  7. 4 ચમચીરેડ ચીલી સોસ
  8. 4 ચમચીગ્રીન ચીલી સોસ
  9. 4 ચમચીસોયા સોસ
  10. 1 ચમચીવિનેગર
  11. 4 ચમચીકેચઅપ
  12. મીઠું સ્વાદ મુજબ
  13. 6 ચમચીતેલ
  14. 4 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધાં શાક સમારી તૈયાર કરી લો.નૂડલ્સ બાફીને પાણી નિતારી ઠંડુ પાણી રેડી દો. 1-2 ચમચી તેલ ઉમેરી બરાબર મિકસ કરી લો જેથી નૂડલ્સ સરસ છુટ્ટા રહેશે.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરો.સૌ પ્રથમ ડુંગળી, કેપ્સીકમ અને ક્રશ કરેલાં આદુ,મરચાં અને લસણ ઉમેરો.2 મિનિટ સાંતળી લો.હવે કોબીજ અને ઝીણી સમારેલી ગાજર ઉમેરો.5 થી 7 મિનિટ સાંતળી લો.હવે બધાં સોસ,મીઠું,વિનેગર અને કેચપ ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    બધાં મસાલા બરાબર મિક્સ કરી બાફેલા નૂડલ્સ ઉમેરો.બરાબર મિક્સ કરી લો.

  4. 4

    ઝીણી સમારેલી કોથમીર અથવા લીલી ડુંગળી ઉમેરી મિક્સ કરી લો.5 મિનિટ બાદ ગેસ બંધ કરી દો.સર્વિંગ પ્લેટ માં કાઢી ગરમા ગરમ સર્વ કરો.

  5. 5

    તૈયાર છે સ્વાદિષ્ટ,ગરમા ગરમ હક્કા નૂડલ્સ.

  6. 6

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

Similar Recipes