સેઝવાન નૂડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  1. લાંબા સુધારેલ અથવા ખમણેલ ગાજર
  2. ૧/૨કોબી લાંબુ સુધારેલું
  3. કેપ્સીકમ લાંબુ સુધારેલું
  4. ૧-૨ ડુંગળી લાંબી સુધારેલી
  5. ૨ ચમચીઓલ ઈન વન (ચીલી,સોયા) સોસ
  6. ૧ ચમચીટોમેટો કેચઅપ
  7. ૨ ચમચીસેઝવાન ચટણી
  8. સ્વાદાનુસારમીઠું
  9. ૨ ચમચી આદુ,લસણ અને મરચા ની પેસ્ટ
  10. પેકેટ ચિંગ્સ નૂડલ્સ
  11. જરૂર મુજબ પાણી નૂડલ્સ ને બોઇલ કરવા માટે
  12. ૨ ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક તપેલી માં પાણી અને મીઠું નાખી ને ઉકળવા દો ત્યારબાદ તેમાં નૂડલ્સ ને ઉમેરી ને બોયલ કરવા અને તેમાં તેલ ઉમેરી ને ૫-૭ મિનિટ બફાવા દો પછી એક ચારણી માં કાઢી ને નિતારી લો અને ઉપર ઠંડુ પાણી રેડી દો જેથી નૂડલ્સ છૂટા છૂટા રહે ચોટે નહિ.અને ઉપર થોડું તેલ ઉમેરી ને મિક્સ કરી દો.

  2. 2

    પછી એક કડાઈ માં તેલ ઉમેરી તેમાં આદુ,લસણ મરચા ની પેસ્ટ નાખી ને સાંતળવું.ત્યાર બાદ ડુંગળી,કોબી,ગાજર અને કેપ્સીકમ ઉમેરી ૧ થી ૨ મિનિટ જ સાંતળવું પછી તેમાં સ્વાદ મુજબ મીઠુ અને ઓલ ઈન વન ચાઈનીઝ સોસ તેમજ ટોમેટો કેચઅપ અને સેઝવાન ચટણી ઉમેરી ને મિક્સ કરો.

  3. 3

    ત્યાર બાદ તેમાં લાલ મરચું પાઉડર અને વિનેગર ઉમેરી ને મિક્સ કરો.

  4. 4

    તૈયાર છે ગરમા ગરમ અને સ્પાઇસી સેઝવાન નૂડલ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Darshna Mavadiya
પર

Similar Recipes