મૈસૂર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)

Nishita Bhatt
Nishita Bhatt @cook_26617311
શેર કરો

ઘટકો

1 કલાક
2 સર્વિંગ્સ
  1. ખીરુ બનાવવા માટે સામગ્રીઃ
  2. 2 કપચોખા
  3. 1/2 કપ અડદની દાળ
  4. 1/2 કપ પકવેલા ભાત
  5. મસાલો બનાવવા માટે સામગ્રીઃ
  6. 2મોટા બાફેલા બટેટા
  7. 3/4 કપઝીણી સમારેલી ડુંગળી
  8. 1ઈંચ જેટલુ ઝીણુ સમારેલુ આદુ
  9. 2લસણની કળી
  10. 10-15મીઠા લીમડાના પાન
  11. 1ઝીણુ સમારેલુ લીલુ મરચુ
  12. 1/2 ચમચી રાઈ
  13. 1/2 ચમચી હળદર
  14. ચપટીલાલ મરચા પાઉડર
  15. ચપટીહીંગ
  16. 1/2 ચમચી લીંબુનો રસ
  17. 1/2 કપ પાણી
  18. 1/2 વાટકી ઝીણી સમારેલી કોથમીર
  19. 1 મોટી ચમચીતેલ
  20. સ્વાદાનુસાર મીઠું
  21. લાલ ચટણી બનાવવા માટે સામગ્રીઃ
  22. 2 મોટી ચમચીશેકેલી ચણાદાળ
  23. 4-5લસણની કળી
  24. 2-4સૂકા મરચા (અડધો કલાકથી 40 મિનિટ તેને ગરમ પાણીમાં બોળી રાખવ
  25. 2 મરચા તીખા હોય તો થોડા ઓછા લેવા
  26. 1 ચમચીઠળિયા વિનાની આંબલી
  27. સ્વાદાનુસાર મીઠું
  28. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ઢોંસાનુ ખીરુ બનાવવાની રીતઃ
    પહેલા ભાત અને અડદ દાળને ત્રણથી ચાર વાર ધોઈ નાંખો. ચોખા, અડદ દાળ અને મેથીના દાણાને એક મોટા બાઉલમાં પૂરતુ પાણી નાંખી 4થી 5 કલાક માટે પલાળી રાખો. ત્યાર બાદ મિક્સરમાં પલાળેલા ચોખા, દાળ, મેથી, તૈયાર ભાત અથવા પૌંઆ બધુ જ નાંખીને પૂરતુ પાણી નાંખી બરાબર ગ્રાઈન્ડ કરી દો. જ્યાં સુધી ખીરુ સહેજ ફૂલેલુ અને સ્મૂધ ન લાગે ત્યાં સુધી તેને ગ્રાઈન્ડ કરો. તેને એક બાઉલમાં નાંખી નમક ઉમેરો અને 7થી 9 કલાક સુધી આથો આવવા દો.

  2. 2

    પ્રેશર કૂકરમાં બટેટા બાફી લો. બટેટા બાફીને તે ઠંડા પડે એટલે છાલ ઉતારી તેનો છૂંદો કરી લો. પેન કે કડાઈમાં તેલ ગરમ કરો. પહેલા રાઈ તતડાવો અને પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાંખો. ડુંગળી સોફ્ટ થાય એટલે તેમાં આદુ, લસણ, મરચા, મીઠો લીમડો નાંખી તેને 20થી 30 સેકન્ડ સુધી સંતળાવા દો. ત્યાર પછી તેમાં હળદર, લાલ મરચુ, હીંગ નાંખો. થોડી વાર હલાવ્યા બાદ બટેટા ઉમેરી દો. ત્યાર બાદ તેમાં થોડુ પાણી અને નમક ઉમેરો. કડાઈ ઢાંકીને પાણી શોષાય ત્યાં સુધી તેને ઉકળવા દો. છેલ્લે લીંબુનો રસ નાંખી સબ્જી બરાબર હલાવો.

  3. 3

    લાલ ચટણી બનાવવાની બધી જ સામગ્રી લઈને તેને ચટણી ગ્રાઈન્ડર કે નાના બ્લેન્ડરમાં નાંખી બરાબર પીસી લો. તેમાં ખૂબ જ ઓછુ પાણી ઉમેરી સ્મૂધ પેસ્ટ બનાવો

  4. 4

    એક તવા પર 1થી 2 ચમચી તેલ નાંખો. નોનસ્ટિક યુઝ કરતા હોવ તો તેલ ફેલાવવાની જરૂર નથી. જો આમ કરશો તો ખીરુ બરાબર પથરાશે નહિ. ત્યાર બાદ તવા પર ઢોંસાનુ ખીરુ પાથરી ગોળાકાર કડછાથી તેને ગોળ આકારમાં ફેલાવી દો. ત્યાર પછી ઢોંસા પર થોડા તેલના ટીપા નાંખો. થોડી વાર માટે ઢોંસાને ઢાંકી દો. તેનો નીચેનો હિસ્સો બ્રાઉન થાય એટલે ઢોંસા ઉપર 1થી 2 ચમચી લાલ ચટણી પાથરી દો અને 2થી 3 ચમચા બટેટાનો મસાલો મૂકી દો. ત્યાર પછી ઢોંસાને ધીમેથી ઉખાડી, ફોલ્ડ કરીને ગરમાગરમ સર્વ કરો. તૈયાર છે તમારો મૈસૂલ મસાલા ઢોંસા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nishita Bhatt
Nishita Bhatt @cook_26617311
પર

Similar Recipes