રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)

Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314
શેર કરો

ઘટકો

અડધો કલાક
બે લોકો માટે
  1. 1મોટું બાઉલમાં બાફેલા લીલા વટાણા
  2. 1 બાઉલ ઝીણી સમારેલી ડુંગળી
  3. 1 બાઉલ ઝીણા સમારેલા ટામેટા
  4. 1 બાઉલ બાફેલા બટાકા
  5. જરૂર મુજબ લીલી ચટણી
  6. જરૂર મુજબ મસાલા વાળા બી
  7. જરૂર મુજબ મીઠી ચટણી
  8. જરૂર મુજબ ઝીણી સેવ
  9. જરૂર મુજબ કોથમીર
  10. 2 ચમચી આદુ મરચાની પેસ્ટ
  11. સ્વાદ અનુસારમીઠું
  12. નાની ચમચીજેટલો લાલ મરચું પાઉડર
  13. 1 ચમચીજેટલો લીંબુનો રસ અને 1/2ચમચી જેટલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ મૂકો તેમાં જીરુ અને પાંચથી છ પાન લીમડા ના મૂકો પછી તેમાં બાફેલા વટાણા એડ કરો ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખો અને તેને દસથી પંદર મિનિટ ઉકળવા દો

  2. 2

    દસથી પંદર મિનિટ ઉકળયા બાદ થોડુંક બાફેલ બટાટાનો છૂંદો ચપટી હળદર સ્વાદ અનુસાર મીઠું નાની 1/2ચમચી લાલ મરચું પાઉડર ગરમ મસાલો અડધુ લીંબુ અને થોડી ખાંડ

  3. 3

    પછી એક બાઉલમાં બાફેલા બટાકાનો માવો તૈયાર કરો તેમાં સ્વાદાનુસાર મીઠું ગરમ મસાલો ચપટી હળદર બે ચમચી આદુ મરચાની પેસ્ટ અને લીંબુ એક ચમચી ખાંડ નાખો

  4. 4

    પછી આ મિશ્રણ થયા તૈયાર થયા બાદ તેને ગોળ આકારનો શેપ આપી ટીકી બનાવો પછી તેને નોનસ્ટીક પેનમાં ફાય કરો પછી તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકવો

  5. 5

    પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢીને તેની માથે ઝીણી સુધારેલી ડુંગળી ઝીણા સમારેલા ટામેટા લીલી ચટણી અને મીઠી ચટણી એડ કરો અને પછી કોથમીરથી ગાર્નિશિંગ કરો આ રીતે તમારી રગડા પેટીસ તૈયાર થઈ જશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314
પર

ટિપ્પણીઓ

Similar Recipes