રગડા પેટીસ (Ragda patties Recipe in Gujarati)

Chhaya panchal
Chhaya panchal @chhaya
Vadodara

આજે મેં ચટપટી રગડા પેટીસ બનાવી છે.
#Trend3
#Week3
#Post4
#રગડાપેટીસ

રગડા પેટીસ (Ragda patties Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આજે મેં ચટપટી રગડા પેટીસ બનાવી છે.
#Trend3
#Week3
#Post4
#રગડાપેટીસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬૦ મિનિટ
ચાર લોકો
  1. પેટીસ માટેની સામગ્રી :-
  2. 1 કિલોબટાકા
  3. થી ૧૦ ટોસ્ટ નો ભૂકો
  4. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. પેટીસ શેકવા માટે તેલ
  7. રગડા માટેની સામગ્રી:-
  8. 250 ગ્રામસફેદ વટાણા
  9. 1 ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  10. 1 ટેબલ સ્પૂનહળદળ
  11. 1 ટેબલ સ્પૂનધાણાજીરુ પાઉડર
  12. 1 ટી સ્પૂનરાઈ
  13. 1 ટી સ્પૂનહિંગ
  14. સ્વાદ પ્રમાણેમીઠું
  15. થોડી કોથમીર
  16. જરૂર મુજબ પાણી
  17. તેલ

રાંધવાની સૂચનાઓ

૬૦ મિનિટ
  1. 1

    પેટીસ બનાવવાની રીત :- બટાકાને બાફી લો. બાફ્યા પછી છાલ કાઢીને મેશ કરી લો. ટોસ્ટ નો ભૂકો નાખો લાલ મરચું,મીઠું નાખીને મિક્સ કરી લો.

  2. 2

    મિક્સ કરીને ગોળ પેટીસ વાળી દો. નોનસ્ટિક પર બંને સાઇડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

  3. 3

    પેટીસ બનીને તૈયાર છે.

  4. 4

    રગડો બનાવવાની રીત:- વટાણા ની છ થી સાત કલાક પલાળી દો.વટાણા ને બાફી લો. બાફ્યા પછી લોયા માં તેલ લો.રાઈ,હિંગ નાખો પછી એક ડીશમાં મરચું, હળદર, ધાણાજીરૂ, મીઠું નાખીને પેસ્ટ જેવું બનાવી લો.

  5. 5

    પછી વઘારમાં બધો મસાલો નાખી દો. વટાણા નાખીને જરૂર મુજબ પાણી નાખો. ઉપાડી લો અને કોથમીર નાખો.

  6. 6

    રગડો અને પેટીસ તૈયાર છે. કાંદા ટામેટાં, લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી, ઝીણી સેવ, કોથમીર નાખીને રગડા પેટીસ બનાવો.

  7. 7

    રગડા પેટીસ બનીને તૈયાર છે ખાવા માટે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya panchal
પર
Vadodara
નવી નવી વાનગીઓ બનાવી ખૂબ ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes