ચીઝ પાસ્તા(Cheese pasta Recipe in Gujarati)

Ami Pachchigar
Ami Pachchigar @cook_22222605

#GA4
#week5
પાસ્તા બાળકો ને પણ પ્રિય વાનગી છે મજા થી ખાય છે ખૂબ આમ આ પણ મારી એક ખુબ પ્રિય વાનગી છે 😋

ચીઝ પાસ્તા(Cheese pasta Recipe in Gujarati)

#GA4
#week5
પાસ્તા બાળકો ને પણ પ્રિય વાનગી છે મજા થી ખાય છે ખૂબ આમ આ પણ મારી એક ખુબ પ્રિય વાનગી છે 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 સર્વિંગ્સ
  1. ૩ કપપાસ્તા
  2. ૧/૨ કપસમારેલી ડુંગળી
  3. ૧ ચમચીલસણની પેસ્ટ
  4. ૧ ચમચીલાલ મરચું
  5. ૩ ચમચીપાસ્તા મસાલો
  6. ૧/૨ કપટોમેટો સોસ
  7. ૨ ચમચીચીલી સોસ
  8. ૧/૨ કપઝીણેલુ ચીઝ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ૩-૪ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી લઈ તેમાં મીઠું અને તેલ નાખી તેને ગરમ થવા દો ત્યારબાદ પાણી ઉકળે એટલે તેમાં પાસ્તા ઉમેરીને બરાબર બફાવા દો.તેને ૨૫-૩૦ મીનીટ સુધી બફાવી તેને ચકાસણી કરી લો કે બફાઈ ગયેલા છે કે નહીં તે કાચા નહિ લાગે તો પાસ્તા બફાઈ ગયેલા છે.

  2. 2

    અવે એક ચારણી કે મોટી ગરણી લઈ તેમાં પાસ્તા લઈ તેનું પાણી ગાળીને પાસ્તા પર ઠંડુ પાણી રેડી તેને ધીમે ધીમે ઉછાળો જેથી તે એક બીજા થી ચોંટે નહીં અને છૂટું પડે.

  3. 3

    અવે પેણીમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની પેસ્ટ નાખી સાંતળો અને ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો પછી તેમાં ટોમેટો સોસ અને ચીલી સોસ નાખી હલાવો ત્યારબાદ તેમાં મીઠું, મરચું અને પાસ્તા મસાલો નાખી ૨-૩ મીનીટ સુધી થવા દો ત્યારબાદ તેમાં ઝીણેલુ ચીઝ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો ત્યારબાદ તેમાં પાસ્તા ઉમેરીને તેને હલાવી લો અને ૨-૩ મીનીટ થવા દો.

  4. 4

    અવે ગરમ ગરમ પાસ્તા પ્લેટમાં લઈ લો અને સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Pachchigar
Ami Pachchigar @cook_22222605
પર
#foodie😋 cooking girl😇
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes