ટોમેટો પેને પાસ્તા (Tomato penne pasta Recipe in Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. 1-1/2 કપ પેને પાસ્તા
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. ૧ ટીસ્પૂનતેલ
  4. નાનું ગાજર
  5. નાની સૂકી ડુંગળી
  6. નાનું કેપ્સીકમ
  7. ૧ ટેબલ સ્પૂનતેલ
  8. ૨ ટેબલ સ્પૂનવ્હાઈટ સોસ
  9. ૨ ટેબલ સ્પૂનવીબા પાસ્તા સોસ
  10. ૨ ટેબલ સ્પૂનટોમેટો કેચઅપ
  11. ૧ ટીસ્પૂનપાસ્તા સીઝનીંગ
  12. ૧ ટીસ્પૂનઓરેગાનો
  13. ૧ ટીસ્પૂનચીલી ફ્લેક્સ
  14. ૧ ટીસ્પૂનમરી પાઉડર
  15. મીઠું સ્વાદ પ્રમાણે
  16. પાણી જરુર મુજબ
  17. સજાવવા માટે થોડા બ્લેક ઓલીવ્ઝ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક તપેલીમાં ૩ કપ જેટલું પાણી ઊકળવા મૂકો. તેમાં મીઠું અને તેલ નાખો. પાણી ઊકળે એટલે પેને પાસ્તા ઉમેરી ૧૦ મિનિટ માટે ચડવા દો. પૂરા ચડી જાય એટલે ગરણીથી ગાળી પાણી નિતારી લો.

  2. 2

    ગાજર, ડુંગળી, કેપ્સીકમ ને જુલીયન્સ માં લાંબું સમારી લો. એક પેનમાં તેલ ગરમ મૂકી આ શાક સાંતળો. બાજુ માં એક નાના બાઉલમાં વ્હાઇટ સોસ, પાસ્તા સોસ અને ટોમેટો કેચઅપ મિક્સ કરી લો.

  3. 3

    પેનમાં શાકની સાથે આ સોસ ઉમેરી મિક્સ કરી લો. ૨ ચમચા જેટલું પાણી નાખી બાફેલા પાસ્તા ઉમેરી મિક્સ કરી લો.

  4. 4

    તેમાં મરી પાઉડર, ઓરેગાનો, પાસ્તા સીઝનીંગ, ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરો અને ૨ મિનિટ ચડવા દો. કોરા પડે તો થોડું પાણી ઉમેરી મિક્સ કરી લો. ઉપરથી ઓલિવ નું ટોપિંગ કરી ગરમ જ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes