રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
૧-૨ લોકો માટે
  1. ૧૦-૧૫ નંગ કાજુ
  2. ૪-૫ કળી લસણ
  3. ટુકડોઆદું નાનો
  4. ૨ નંગમરચાં લીલા
  5. ૮-૧૦ પાન ફુદીનો
  6. ૧ ટેબલ સ્પૂનઆખા ધાણા
  7. ૧ ટેબલ સ્પૂનવરિયાળી
  8. ૧ ટેબલ સ્પૂનઅજમો
  9. ઝીણી સમારેલી કોથમીર
  10. ઝીણી સમારેલી ડુંગળી
  11. ઝીણો સમારેલો મીઠો લીમડો
  12. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  13. 1/2 ટેબલ સ્પૂનહળદર
  14. ૧ ટેબલ સ્પૂનધણાજીરુ પાઉડર
  15. 1/2 ટેબલ સ્પૂનગરમ મસાલો
  16. મીઠું સ્વદાનુસાર
  17. 1/2 ટેબલ સ્પૂનખાંડ
  18. ૧ નાની વાટકીચણા નો લોટ
  19. 1/2 નાની વાટકીચોખા નો લોટ
  20. 1/2 નાની વાટકીઅડદ નો લોટ
  21. ચપટીસાજી નાં ફૂલ
  22. તેલ તળવા માટે
  23. સર્વ કરવા માટે :-
  24. ખજૂર આમલીની ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ કાજુંને ૨ કલાક માટે પલાળી રાખો.હવે આખા ધાણા વરિયાળી અને અજમો વાટી લો.

  2. 2

    ત્યાર બાદ લસણ, આદું મરચા અને ફુદીના ને વાટી લો.

  3. 3

    હવે એક બાઉલ માં વાટેલા આખા મસાલા,આદું,મરચાં,લસણ અને ફુદીના ની પેસ્ટ લઈ તેમાં સમારેલી કોથમીર, સમારેલો લીમડો, સમારેલી ડુંગળી નાખી મિક્સ કરો.

  4. 4

    ત્યાર બાદ તેમાં બધાં મસાલા ચોખા નો લોટ, અડદ અને ચણા નો લોટ અને પલાળેલા કાજુ નાખી બધું બરાબર મિક્સ કરી પાણી નાખી લોટ બાંધી લો.

  5. 5

    લોટ થોડો કઠણ બાંધવો.

  6. 6

    હવે એક કડાઈમાં તેલ ફૂલ તાપે ગરમ કરો. અને midium ફ્લેમ પર ભજીયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

  7. 7

    તો તૈયાર છે ગરમા ગરમ કાજુ નાં પકોડા...તેને ખજૂર આમલીની ચટણી જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
nikita rupareliya
nikita rupareliya @cookniki1107
પર
India - Ahmedabad

Similar Recipes