સ્પરાઉટ કોન ચાટ (sprout cone chaat recipe in gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#GA4
#week11
#sprout
ઉગાડેલા કઠોળ પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી હોય છે.. એને જો ચાટ બનાવી ને આપીએ તો બધા ને ખૂબ ભાવે એટલે મે અહીં બધા મિક્સ કઠોળ ની ચાટ ને ઘઉં ના લોટ થી બનાવેલા કોન માં સર્વ કરી છે.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે.

સ્પરાઉટ કોન ચાટ (sprout cone chaat recipe in gujarati)

#GA4
#week11
#sprout
ઉગાડેલા કઠોળ પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી હોય છે.. એને જો ચાટ બનાવી ને આપીએ તો બધા ને ખૂબ ભાવે એટલે મે અહીં બધા મિક્સ કઠોળ ની ચાટ ને ઘઉં ના લોટ થી બનાવેલા કોન માં સર્વ કરી છે.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. કોન બનાવવા માટે
  2. 1 કપઘઉંનો લોટ
  3. 1/2 કપરવો
  4. 1/2 કપમેંદો
  5. 1/2 ચમચીમીઠું
  6. 1 ચમચીતેલ
  7. તળવા માટે તેલ
  8. ચાટ માટે
  9. 1/2 કપફણગાવેલા મગ
  10. 1/2 કપફણગાવેલા ચણા
  11. 1/2 કપફણગાવેલા મઠ
  12. 1ડુંગળી ઝીણી સમારેલી
  13. 1ટામેટું ઝીણું સમારેલું
  14. 1 ચમચીમસાલા સીંગ દાણા
  15. 2 ચમચીલીલી કોથમીર ની ચટણી
  16. 2 ચમચીખજૂર આમલીની ચટણી
  17. 1/2 ચમચીચાટ મસાલો
  18. 1/2 ચમચીજીરૂ પાઉડર
  19. 1/4 ચમચીસંચળ પાઉડર
  20. 1 ચમચીઝીણી સમારેલી કોથમીર
  21. 1/2 ચમચીફુદીનો ઝીણો સમારેલો
  22. ઝીણી સેવ ગાર્નિશ માટે
  23. 2 ચમચીદાડમ ના દાણા

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    કોન બનાવવા માટે ઘઉં નો લોટ, રવો, મેંદો, મીઠું,તેલ મિક્સ કરી પાણી થી કઠણ લોટ બાંધી લેવો.

  2. 2

    10 મિનિટ લોટ ને રેસ્ટ આપી દેવો. પછી ગોળ વણી ફોર્ક થી કાના પાડી 4 ભાગ કરી લો.

  3. 3

    હવે દરેક ભાગ ને કોન સેપ આપી પાણી થી સીલ કરી દો. જેથી તળતી વખતે છૂટું ના પડે.. તેલ મૂકી તળી લો.. જેમાં પેહલા આગળ ના ભાગ ને પકડી તડો પછી જ આખો ભાગ ડુબાડી તળવું.

  4. 4

    આજ રીતે બધા કોન તળી લો અને ઠંડા થવા દો.

  5. 5

    હવે ત્રણેય ફણગાવેલાં કઠોળ ને કુકર માં 3 સીટી મારી બાફી લો.. બફાઈ જાય એટલે પાણી નિતારી લેવું.

  6. 6

    હવે એક બોલ માં બાફેલા કઠોળ લઈ તેમાં ડુંગળી, ટામેટા, સીંગદાણા, ચાટ મસાલો, સંચળ પાઉડર, જીરું પાઉડર, કોથમીર, ફુદીનો બધું નાંખી મિક્સ કરી લેવું.

  7. 7

    હવે કોન મા ચાટ ભરી સેવ અને દાડમ ના દાણા થી ગાર્નિશ કરીને સર્વ કરો.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (29)

Similar Recipes