ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)

Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
બોરીવલી, મુંબઈ.

#GA4
#Week9
#મીઠાઈ
ગુલાબજાંબુ એ ભારતીય ઉપમહાદ્વીપના દેશોની એક લોકપ્રિય મીઠાઈ છે. આને મેંદો, ઘઉંનો લોટ કે માવામાંથી બનાવવામાં આવે છે. આને ઘી કે તેલમાં તળીને ચાસણીમાં બોળીને બનાવવામાં આવે છે. આમાં સ્વાદમાં વધારો કરવા ઇલાયચી, કેસર જેવા દ્રવ્યો ભેળવવામાં આવે છે.આજ કાલ ગુલાબજાંબુ બનાવવાનો લોટ તૈયાર મળે છે, જેને વાપરીને સરળતાથી ગુલાબજાંબુ બનાવવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 લોકો
  1. 1પેકેટ ગુલાબજાંબુ પાઉડર
  2. 200મીલી દૂધ
  3. 600 ગ્રામસાકર
  4. 150મીલી પાણી
  5. 8-10કેસર તાતણા
  6. 3આખી લીલી ઇલાયચી
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લેવી

  2. 2

    હવે ઈન્સ્ટન્ટ ગુલાબજાંબુનો પાઉડર એક બાઉલમાં લઈ તેમાં ધીમેધીમે દૂધ ઉમેરાતાં જવું

  3. 3

    દૂધ અને પાવડરને સરખી રીતે મિક્સ કરી તેનો રોટલી જેવો નરમ લોટ બાંધી તેના તડ વગરના નાના ગોળા વાળી લેવા

  4. 4

    હવે આ ગોળાને ગરમ તેલમાં મધ્યમ તાપે ઘેરા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી લો

  5. 5

    બીજી તરફ એક કઢાઈમાં સાકર અને પાણી મિક્સ કરી તેની ચાસણી બનાવી લો. ચાસણી તૈયાર થવા આવે ત્યારે તેમાં કેસર અને ઇલાયચી ઉમેરી દો. તળેલા ગુલાબજાંબુના ગોળાને આ ચાસણીમાં નાંખી 15 મિનિટ સુધી નરમ થાય ત્યાં સુધી રહેવા દો

  6. 6

    15 મિનિટ પછી ગરમાગરમ ગુલાબજાંબુ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
પર
બોરીવલી, મુંબઈ.

Similar Recipes