ઓટ્સ અને મગની દાળની વેજીટેબલ ખીચડી (Oats & Moong Dal Vegetable Khichdi Recipe In Gujarati)

 Alpana m shah
Alpana m shah @cook_26389190
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
બે વ્યક્તિ માટે
  1. નાની વાટકીમગની દાળ
  2. નાની વાટકીઓટ્સ
  3. 1ટમાટર
  4. 1કાંદો
  5. 1સીમલા મરચું
  6. ૪-૫કળી લસણ
  7. નાનો ટુકડો આદુ
  8. લાલ મરચું, હળદર, ધાણાજીરું, પાવભાજી મસાલો,
  9. વઘાર માટે જીરું, તેલ, હિંગ, અને એક નાનુ લીલું મરચું
  10. ૧ નાની વાટકીદહીં
  11. 2 ચમચીદેશી ઘી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગની દાળને પલાળી દેવી અને ઓટ્સ ને શેકી લેવું.

  2. 2

    હવે સીમલા મરચા, કાંદા, ટમાટર આ બધાને સમારી લેવું. આદુ લસણ ને ઝીણુ સમારી લેવું. હવે નાનુ કુકર લેવું તેમાં મગની દાળ નાખવી બધા શાકભાજી નાખવા અને ઓટ્સ નાખો.મરચું,મીઠું,હળદર,પાવભાજી મસાલો નાખો અને કૂકરના ત્રણ, સીટી વગાડવી.

  3. 3

    હવે એક કઢાઈમાં તેલ બે ચમચી નાખો તેમાં જીરું નાખો વઘાર આવે એટલે તેમાં કડી પત્તો અને આદુ મરચાં અને હિંગ નાંખવી. ત્યારબાદ કુકરમા થયેલી ખીચડીને નાખવી બરાબર જોઈએ તો થોડું પાણી નાખો. પાંચ મિનિટ ગેસ પર રહેવા દેવું. ૨ ચમચી ઘી ઉમેરો.બધું બરાબર એકરસ થાય એટલે કોથમીર નાખી ગેસ બંધ કરો. હવે આપણી ઓટ્સ મગની દાળની ખીચડી રેડી છે.ખીચડી ને દહીં સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Alpana m shah
Alpana m shah @cook_26389190
પર

ટિપ્પણીઓ

Similar Recipes