વેજીટેબલ મસાલા ખીચડી(Vegetable Masala Khichdi Recipe in Gujarati)

Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478

વેજીટેબલ મસાલા ખીચડી(Vegetable Masala Khichdi Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગગાજર
  2. ૧ નંગકેપ્સીકમ
  3. 2ડુંગળી
  4. 1બટાકુ
  5. 1/2વાટકી ચોખા અને 1/2વાટકી તુવેરની દાળ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 2 ચમચીલાલ મરચું પાઉડર
  8. ચપટીહળદર
  9. 2 નંગલવિંગ
  10. વઘાર માટે રાઈ તથા હિંગ
  11. પાંચથી છ ચમચી તેલ
  12. થોડો ગરમ મસાલો
  13. ૨-૩કળી લસણ
  14. 4 વાટકીપાણી
  15. ૧ નાની ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા જ વેજિટેબલ્સ ધોઈને ઝીણા ઝીણા સમારી લો ત્યાર બાદ એક કૂકરમાં વઘાર માટે તેલ મૂકો એમાં રાઈ તથા લવિંગ અને હિંગનો વઘાર કરી ને બધું જ વેજિટેબલ્સ તેમાં ઉમેરી દો અને તેમાં મીઠું લાલ મરચું પાઉડર હળદર ખાંડ તથા ગરમ મસાલો ઉમેરો

  2. 2

    તુવેર દાળ અને ચોખાને મિક્સ કરીને થોડીવાર માટે પલાળો ત્યારબાદ આ પલાળેલી ખીચડીને વઘારેલા શાકભાજીમાં ઉમેરો અને તેમાં ચાર વાટકી પાણી નાખો ત્યારબાદ તે થોડું ઉકળેએટલે કુકર બંધ કરીને ૪ સીટી થવા દો કુકર ઠરે એટલે તેની ખોલીને ગરમાગરમ ખીચડી પીરસો.

  3. 3

    ખીચડીને એક પ્લેટમાં કાઢીને કેપ્સીકમની લાંબી ચિપ્સ વડે ડેકોરેટ કરી સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478
પર

Similar Recipes