આમળા જીરા ગોળી(Amla Jeera Goli Recipe in Gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#MW1
#cookpadindia
#cookpadgujrati
દિવાળી ગઈ , શિયાળો આવ્યો અને આમળા ની સીજન પણ આવી ગઈ . દીવાળી નું ખાધેલું પચાવવા અને ઈમ્યૂન સિસ્ટમને સુધારવા માટે આપડે આમળા ની પાચક ગટાગટ બનાવીશું.ખાવા માં ચટપટી લાગે છે.રોજ જમ્યા પછી ખાવાથી ખાધેલો ખોરાક પચી જાય છે સિજન માં બનાવી ને આખું વર્ષ સાચવી શકાય છે બનાવવા માં ખુબ જ સરળ છે. આ ગોળી બનાવશો ને પ છી બજાર ની જીરાગોલી નહિ ભાવે એ ની ગેરંટી છે.😀 તો ચાલો .....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ આમળા
  2. 1/2 ગ્લાસપાણી
  3. ૧ કપગોળ
  4. ૧ ચમચીશેકેકા જીરા નો પાઉડર
  5. 1/4 ચમચીશેકેલા અજમા નો પાઉડર
  6. 1/2 ચમચીસંચળ પાઉડર
  7. 1/2 ચમચીમીઠું
  8. 1/2 ચમચીસુંઠ
  9. 1/2હિંગ
  10. 1/2મરી નો પાઉડર
  11. 1/4 કપઆમચૂર પાઉડર
  12. 1/2લીંબુ નો રસ
  13. વાળવા માટે બૂરું સાકર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આમળા ને ધોઈ ને કૂકર માં ½ ગ્લાસ પાણી નાખી ને ૨ સિટી વગાડી લેવી.ઠંડું થાય એટલે એની ચિર બી થી છુટ્ટી કરી લેવી.

  2. 2

    આ ચિર ને મિક્સર માં પાણી વગર પીસી લેવી, અને લિસ્સો માવો બનાવી લેવો. લગભગ ૧ કપ માવો બનશે.

  3. 3

    એક પાન ગરમ કરી તેમાં આમળા ના માવા ને એમને એમ જ સ્લો ગેસ પર ૨મિનિટ હલાવો કઈ જ નાખવુ નહિ. પછી થોડો કલર બદલાઈ જશે.પછી તેમાં ગોળ બારીક સમારી ને એડ કરી ને હલાવતા રહો. (એક કપ આમળા ના માવા ની સામે ૧ કપ સમારેલો ગોળ નાખવો) થોડો ઓગાળી જાય એટલે,એક પછી એક મસાલા નાખતા જાઓ અને હલાવતા જાઓ.છેલ્લે લીંબુ નાખી ને ગેસ થોડો ફાસ્ટ કરી દેવો અને સતત હલાવતા રહેવું.જેવું ઘટ્ટ થઈ જાય અને માવો પાન છોડવા માંડે એટલે,ગેસ બંધ કરી ને માવો એક સ્ટીલ ની પકટે માં કાઢી લેવો ઠંડો થઈ ને થોડો કડક થઈ જશે.

  4. 4
  5. 5

    તેના પર ૧ ચમચી બૂરું સાકર સ્પ્રેડ કરી દેવી,અને હાથ માં પણ થોડી બૂરુ સાકર લગાવી,નાની નાની લિસ્સી ગોળી ઓ વાળવી આ ગોળીઓ પર પણ બૂરું સાકર રગદોડવી જેથી એકબીજા ને ચોંટી નહિ જાય.

  6. 6

    તો તૈયાર છે આપડી ચટપટી ખરી મીઠી, પાચક આમળા ની ગટાગટ.આને એર ટાઈટ જાર માં ભરી ને બારે માસ આની આનંદ ઉઠાવી શકો છો.લાંબો સમય બરની માં ભરવી હોય તો તેમાં થોડો બ્રુરું નો ભૂકો વધારે એડ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema Kamdar
પર
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (26)

Adv KHusHbu CHauHan
Adv KHusHbu CHauHan @khushbukirasoi
મારે બોવ કડક થઇ ગયો....હવે શુ કરૂ?

Similar Recipes