ઈમ્યુનીટી બુસ્ટર મિલ્ક(Immunity booster milk recipe in gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#MW1
પોસ્ટ - 1
આ દૂધ રાત્રે સૂતી વખતે પીવાના ઉપયોગ માં લેવાનું છે....આમાં જે સામગ્રી(ઘટકો) નો ઉપયોગ થયો છે એ બળવર્ધક, રોગ પ્રતિકારક, યાદ શક્તિ(memory power) વધારનાર ,પાચન તંત્ર મજબૂત રાખનાર, સાંધાના દુઃખાવામાં રાહત આપનાર, શિયાળા માં ગરમી પ્રદાન કરનાર, કફ નાશક, તેમજ આખા શરીરને ઉર્જા આપી ગાઢ નિંદ્રા બક્ષે છે...દરેક ઉંમર ના આ નું સેવન કરી શકે છે....બારે માસ આ દૂધ રાત્રે લઈ શકાય છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ગ્લાસગરમ દૂધ
  2. 2 ચમચીહળદર
  3. જરૂર મુજબ ખાંડ(ઓપશનલ)
  4. બુસ્ટર મિશ્રણ બનાવવા માટે:-
  5. 3 કપમખાના
  6. 1 કપબદામ
  7. 1 કપઅખરોટ
  8. 1 કપતલ
  9. 1/4 કપખસખસ
  10. 1/4 કપવરિયાળી
  11. 1/2 કપખાંડ અથવા ખડા સાકર
  12. 12 નંગઈલાયચી
  13. 1/2 નંગજાયફળ
  14. 2 ચમચીજાવંત્રી
  15. 1 ચમચીકેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ઉપર મુજબની બુસ્ટર મિશ્રણ માટેની બધી જ સામગ્રી તૈયાર કરો....જે માપ આપેલું છે તે મુજબ લેવાની છે....

  2. 2

    હવે બધી સામગ્રી એક પછી એક એ રીતે એક કડાઈમાં કોરી જ શેકી લેવાની છે દરેક વસ્તુ માત્ર બે મિનિટ શેકવાની છે...પહેલા ખસખસ...ઈલાયચી...તલ વિગેરે થી શરૂ કરી મખાના સુધી ની વસ્તુઓ શેકીને અલગ અલગ ઠરવા મુકવાની છે....પછી મિક્સર જારમાં વારાફરતી પીસવાની છે...સૌથી પહેલા ખાંડ સાથે કેસર...ઈલાયચી...ખસખસ...જાયફળ...જાવંત્રી તેમજ તલ પીસી લેવાના છે.

  3. 3

    આ રીતે બધું પીસીને એક મોટા વાસણ માં નાખતા જવું એટલે મિક્સ કરવાનું ફાવે...બધીજ સામગ્રી પીસાય જાય એટલે એક તાવેથા વડે મિક્સ કરી ને એરટાઈટ ડબ્બામાં ભરી લેવાનું છે....જો ઓછું બનાવવું હોય તો માપનું વાસણ નાનું લેવું એટલે કે નાની વાટકી ના માપથી લેવું....રાત્રે સુવાના સમયે દૂધમાં ખાસ હળદર અને એક ગ્લાસમાં બે થી 3 ચમચી બનાવેલું મિશ્રણ લઈ શકાય...મેં ઈમ્યુનિટી બુસ્ટર મિલ્ક બનાવીને સર્વ કર્યું છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes