ઈમ્યુનીટી બુસ્ટર કુલ્ફી (Immunity Booster Kulfi Recipe In Gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#Immunity
હાલ કોરોના ના કેસ વધી રહ્યા છે અને વડી ગરમી પણ ખુબ વધી રહી છે ત્યારે ઈમ્યુનીટી વધારવા માટે કંઈક ઠંડું ઠંડુ ખાવા નું મન થાય છે. તો આ આઈસ્ક્રીમ કે કુલ્ફી જે મેં બધાં રસોડાં માં જ વપરાતા પદાર્થો થી બનાવ્યો છે.. જેમાં રહેલા પોષક તત્વો આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અને સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે અને બનાવવા માં પણ ખૂબ સરળ છે. મલાઈ કુલ્ફી ના સ્વાદ માં થોડો જ અલગ પડતો સ્વાદ વાળી આ કુલ્ફી બાળકો ને પણ ભાવે તેવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યકિત
  1. 1 લીટર ફૂલ ફેટ મિલ્ક
  2. 2 ટેબલ સ્પૂનખાંડ
  3. 1/2 કપમિલ્ક પાઉડર
  4. 1/2 કપમલાઈ
  5. 6-7તુલસી ના પાન
  6. 2 ટુકડાઆદું
  7. 3-4લવીંગ
  8. 5-6મરી ના દાણા
  9. 1 ટુકડોતજ
  10. 1 ચમચીવળીયારી
  11. 4-5ઈલાયચી
  12. 1/2 ચમચીહળદર પાઉડર
  13. 7-8બદામ
  14. 4-5કાજુ
  15. 4-5પીસ્તા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પૂર્વ તૈયારી માં બદામ, કાજુ, પીસ્તા ને રોસ્ટ કરી લેવાં.. બધી સામગ્રી ભેગી કરી લેવી.

  2. 2

    હવે એક પેન માં દૂધ મધ્યમ આંચ પર ગરમ કરવા મૂકવું અને હલાવતાં રેહવું. પછી તેમાં ખાંડ અને મિલ્ક પાઉડર ઉમેરી હલાવો. સતત હલાવતાં રહેવું જેથી દુધ નીચે ચોંટે નહીં.

  3. 3

    હવે મિક્ષી માં તજ, લવીંગ, મરી, વળીયારી, ઈલાયચી લઈ પીસી લો.

  4. 4

    દુધ થોડું ઉકળે એટલે આ પિસેલો પાઉડર ઉમેરો. ડ્રાય ફ્રુટ પણ ઉમેરી હલાવો.

  5. 5

    હળદર ઉમેરી દુધ ને 1/2 થાય ત્યાં સુધી ઉકળતા રહેવું.. બીજી તપેલી માં 1/2 કપ જેટલું પાણી ઉકળવા મુકો. જેમાં આદું છીણેલું અને તુલસી ઉમેરી ઉકાળો.

  6. 6

    દુધ ના મિશ્રણ માં મલાઈ ઉમેરી બરાબર હલાવો. તુલસી, આદું નુ પાણી 1/2 થાય એટલે ગરની ની મદદ થી ગળી લેવું જેને પાછળ થી દૂઘ માં ઉમેરવાનું છે.

  7. 7

    હવે દૂઘ માં આદું તુલસી નું પાણી ઉમેરી દૂઘ ખુબ જાડું થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા મુકો. ઠંડુ થાય એટલે કુલ્ફી મોલ્ડ કે મટકા માં ભરી... ફોઇલ થી પેક કરી 7 થી 8 કલાક માટે ફ્રીઝ માં મુકવું.

  8. 8

    તૈયાર કરેલ કુલ્ફી કે આઈસ્ક્રીમ ને ઇચ્છાનુસાર ગાર્નિશ કરીને સર્વ કરો.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

Similar Recipes