પનીર ડ્રાયફ્રુટ હલવા(Paneer Dryfruit Halwa recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#GA4 #Week6
#paneer
#halva
Post -11
પ્રસાદ સૌ
પનીરની સાથે મખાના અને બીજા ડ્રાયફ્રુટ ના ઉપયોગ થી બનતી આ મીઠાઈ સ્વાદિષ્ટ અને કેલ્શિયમ...પ્રોટીન તેમજ ફાઈબર ના ભરપૂર ગુણ ધરાવે છે ...આ મિશ્રણ ને ગરમ દૂધ સાથે લેવાથી સાંધા ના દુઃખાવા...વિસ્મૃતિ (memory loss)...અનિંદ્રા જેવા રોગો સામે રક્ષણ આપે છે...અને મીઠાઈ તરીકે તો ઉત્તમ સ્વાદ ધરાવે છે....

પનીર ડ્રાયફ્રુટ હલવા(Paneer Dryfruit Halwa recipe in Gujarati)

#GA4 #Week6
#paneer
#halva
Post -11
પ્રસાદ સૌ
પનીરની સાથે મખાના અને બીજા ડ્રાયફ્રુટ ના ઉપયોગ થી બનતી આ મીઠાઈ સ્વાદિષ્ટ અને કેલ્શિયમ...પ્રોટીન તેમજ ફાઈબર ના ભરપૂર ગુણ ધરાવે છે ...આ મિશ્રણ ને ગરમ દૂધ સાથે લેવાથી સાંધા ના દુઃખાવા...વિસ્મૃતિ (memory loss)...અનિંદ્રા જેવા રોગો સામે રક્ષણ આપે છે...અને મીઠાઈ તરીકે તો ઉત્તમ સ્વાદ ધરાવે છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
5 વ્યક્તિ
  1. 1 કપક્રમ્બલ્ડ પનીર
  2. 2 કપમખાના
  3. 1 કપબદામ
  4. 1/2 કપઅખરોટ
  5. 1/2 કપતલ
  6. 1/2 કપશીંગ દાણા
  7. 1/4 કપખસખસ
  8. 1/4 કપચારોળી
  9. 1/4 કપપિસ્તા
  10. 1/4 કપવરિયાળી
  11. 1/4 કપમધ
  12. 1/2 કપખડા સાકર
  13. 1/2 કપઘી
  14. 1 કપદુધ
  15. 1/2 કપમિલ્ક પાઉડર
  16. 1 ચમચીઈલાયચી પાઉડર
  17. જરૂર મુજબ બદામ પિસ્તાની ચીરી સજાવવા માટે

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા જ ડ્રાયફ્રુટ અને મખાના ને વાર ફરતી એક એક મિનિટ માટે કોરા જ શેકી લો...ઠંડા થાય એટલે મિક્સર જારમાં દરદરા ક્રશ કરી લો...ખડા સાકરને પણ પીસી લો...એક પેન માં 3 - 4 ચમચી ઘી મૂકી એક મિનિટ માટે સાંતળી લો....

  2. 2

    હવે ગેસ પર એક બીજા પેનમાં દુધ ગરમ મુકો...તેમાં ક્રમ્બલ્ડ પનીર ઉમેરો....

  3. 3

    દરદરા પીસેલા ડ્રાયફ્રુટ ને ઉમેરો....બાકીનું ઘી ઉમેરો...મિલ્ક પાઉડર ઉમેરો....ખડા સાકર અને મધ પણ ઉમેરી દો....બધું મિક્સ કરી સ્લો ફ્લેમ પર રાખી હલાવતા રહો...

  4. 4

    દૂધ શોષાઈ જાય અને મિશ્રણ પેન છોડી દે તેમજ ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરો...ઈલાયચી પાઉડર ઉમેરી દો...હવે આપણી વાનગી પનીર ડ્રાયફ્રુટ હલવા તૈયાર છે....બદામ પિસ્તા ની ચીરી થી સજાવી "મા અંબા" ને પ્રસાદ ધરાવી ને સર્વ કરો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes