ડ્રાયફ્રુટ બાસુંદી (Dry Fruits Basundi Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#CookpadTurns4
#week2
#cookwithdryfruits
#ડ્રાય_ફ્રુટસ_બાસુંદી ( Dry Fruits Basundi Recipe in Gujarati )
Happy Birthday Cookpad: Gujarati Cooking Community (ગુજરાતી રેસિપીઝ) for your 4th year Birthday celebration... મેં cookpad ના 4 વર્ષ થયાં તેની ખુશી માટે મેં આજે બધા નું મોં મીઠું કરવા માટે ડ્રાય ફ્રુટસ બાસુંદી બનાવી છે. જે એકદમ ક્રીમી ને મલાઈદાર બની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ઘી જરૂર મુજબ
  2. ૧ લિટરફૂલ ફેટ દૂધ
  3. ૬ નંગબદામ, ૬ નંગ કાજુ અને ૮ નંગ પિસ્તા નો પાઉડર
  4. ૧૨ થી ૧૫ નંગ કેસર ના તાર
  5. ૧/૪ ટી સ્પૂનજાયફળ નો પાઉડર
  6. ૧/૪ ટી સ્પૂનઈલાયચી પાઉડર
  7. ૧/૩ કપખાંડ
  8. ૬ નંગકાજુ, ૬ નંગ બદામ અને ૧૦ નંગ પિસ્તા ની કતરણ
  9. ગાર્નિશ માટે - કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન ને ઘી થી ગ્રીસ કરી લો. હવે આમાં ફૂલ ફેટ વાડું દૂધ ઉમેરી ગેસ ની હાઈ આંચ પર એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો. ને બીજી બાજુ કાજુ, બદામ અને પીસ્તા ને મિક્સર માં પીસી ને પાઉડર બનાવી લો.

  2. 2

    હવે દૂધ ને ગેસ ની મીડીયમ આંચ પર ઉકળવા દો ને સાઈડ પર ચોંટેલા દૂધ ને ચમચા થી અંદર ઉમેરતા જવું. હવે આમાં બદામ, કાજુ અને પિસ્તા નો પાઉડર, કેસર ના તાર, જાયફળ પાઉડર અને ઈલાયચી પાઉડર ઉમેરી બધું બરાબર મિક્સ કરી દૂધ ને ૩૦ મિનિટ માટે કૂક કરી લો ને સતત હલાવતા રહો.

  3. 3

    હવે ખાંડ ઉમેરી બધું બરાબર મિક્સ કરી ૨ થી ૩ મિનિટ માટે કૂક કરી ગેસ ની આંચ બંધ કરી લો ને આ મિશ્રણ ને બીજા બાઉલ મા કાઢી ઠંડુ કરવા મૂકો.

  4. 4

    આ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે એમાં જે મલાઈ બાજી હોય તેને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી ક્રીમી અને મલાઈદાર બાસુંદી રેડી કરો. હવે આમાં કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ ઉમેરી મિક્સ કરી લો.

  5. 5

    હવે આપણી ડ્રાય ફ્રુટસ બાસુંદી તૈયાર છે સર્વ કરવા માટે. આ બાસુંદી ને કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ થી ગાર્નિશ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes