ઇન્સ્ટન્ટ બાસુંદી (Instant Basundi Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#WORLD MILK DAY

ઇન્સ્ટન્ટ બાસુંદી બનાવતા વીસ જ મિનિટ થાય છે. મહેમાન આવવાનું હોય તો આ બાસુંદી બનાવીને ફ્રીઝ માં મૂકી હોય તો મહેમાનને પીરસવામાં ખુબ જ ઇઝી પડે છે. મહેમાન પણ આ ઈન્સ્ટન્ટ બાસુંદી ખાઈને ખુશ થાય છે. મિત્રો ઘરે જ ઇન્સ્ટન્ટ બાસુંદી મારી રેસિપી જોઈને બનાવજો. થેન્ક્યુ.

ઇન્સ્ટન્ટ બાસુંદી (Instant Basundi Recipe In Gujarati)

#WORLD MILK DAY

ઇન્સ્ટન્ટ બાસુંદી બનાવતા વીસ જ મિનિટ થાય છે. મહેમાન આવવાનું હોય તો આ બાસુંદી બનાવીને ફ્રીઝ માં મૂકી હોય તો મહેમાનને પીરસવામાં ખુબ જ ઇઝી પડે છે. મહેમાન પણ આ ઈન્સ્ટન્ટ બાસુંદી ખાઈને ખુશ થાય છે. મિત્રો ઘરે જ ઇન્સ્ટન્ટ બાસુંદી મારી રેસિપી જોઈને બનાવજો. થેન્ક્યુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
ચાર વ્યક્તિ
  1. 500 ગ્રામફૂલ ફેટ દૂધ
  2. 1/2 કપદૂધનો પાઉડર
  3. 1/4 કપદળેલી ખાંડ
  4. ચપટીબેકિંગ સોડા
  5. કાજુ
  6. બદામ
  7. પિસ્તા
  8. ઈલાયચી
  9. કેસર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક કઢાઈ ને પાણીવાળી કરી તેમાં દૂધ ઉમેરો અને ગેસ પર મૂકી ફુલ તાપે ઉકાળો. સતત હલાવતા જાવ કેસર ના તાંતણા ઉમેરો. દૂધ 1/2 થઈ જાય એટલે ગેસ ધીમો કરો.

  2. 2

    હવે બીજી એક કઢાઈ માં ઘી,દરેલી ખાંડ, દૂધનો પાઉડર અને બેકિંગ સોડા લઈ તેમાં થોડું પાણી રેડી બરાબર હલાવી દો હવે ગેસ ચાલુ કરી તેને સતત હલાવતા જાવ. ચોંટે નહીં તેનું ધ્યાન રાખવું. હવે કન્ડેન્સ મિલ્ક તૈયાર થઈ ગયું છે.

  3. 3

    હવે ઉકરે છે તેમાં ઉમેરી દો અને હલાવો. હવે બાસુંદી ઘટ થઇ ગઇ છે તેમાં ઈલાયચી પાઉડર, બદામ, કાજુ, પિસ્તા ની કતરણ ભભરાવો. ફ્રીઝ માં ઠંડી થવા મૂકો. ત્યારબાદ મહેમાનને પીરસો તો ખાવાની ખૂબ જ મજા આવશે.

  4. 4

    ઇન્સ્ટન્ટ બાસુંદી તૈયાર થઈ ગઈ છે તેને મટકી માં ભરી ઉપરથી બદામ, પિસ્તા, કાજુ, અને ઈલાયચી પાઉડર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

Similar Recipes