બાસુંદી(basundi recipe in Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

બાસુંદી એ મીઠું જાડું દૂધ છે, તેમાં સુકામેવા જોડે કેસર, ઇલાયચી પાઉડર અને જાયફળનો સ્વાદ હોય છે. આ સ્વાદીષ્ટ દૂધ આપડા ગુજરાતમાં અને મહારાષ્ટ્ર માં ખુબ
જ લોકપ્રિય છે.

તહેવારોમાં તો આ બધાની ઘરે ખાસ બનતું હોય છે. પહેલા ના જમાનામાં તો બધી બહુ જાતની મીઠાઈઓ હતી નહીં, એટલે મહેમાન આવવાનાં હોય તો, પૂરી, બાસુંદી અને બટાકાવડા કે મેથીનાં ગોટા નું જમણ જમાડાતું હતું. ખુબ જ ઓછા, ઘરમાં આસાની થી અવેલેબલ હોય તેવા જ સામાન માંથી બાસુંદી જલદી બની જતી હોય છે. બાસુંદી નું દૂધ તમે ઉપવાસ માં પણ પી શકો છો.

બાસુંદી માં દૂધ ને ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમી આંચ પર ઉકાળવામાં આવે છે. બાસુંદી ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે. અને હા, હું એટલું જરુર થી કહીશ કે બાસુંદી અને રબડી બંને માં સેમ જ વસ્તુ ઓ વાપરવામાં આવે છે છતાં, એ બંને ના ટેસ્ટ અને ટેક્ષચર માં ખુબ ફેર હોય છે.આ રબડી જેટલું જાડું નથી હોતું ; અને આમાં રબડી ની જેમ મલાઈનાં લચ્છાં નથી હોતાં. આ રબડી કરતાં વધુ પ્રવાહી હોય છે. આજનાં જમાનાં ના કેલેરી કોન્સીયસ લોકો માટે પણ ખુબ સારું; તેમાં રબડી કરતાં થોડી કેલેરી પણ ઓછી હોય છે. 😋😊😍

તમે પણ મારી આ રેસિપી થી બાસુંદી બનાવી જોવો, અને જણાવજો કે કેવી લાગી? તમને ગરમ વધારે ભાવે કે ઠંડી કરેલી એ પણ જરુર થી જણાવજો.

#વેસ્ટ
#ઇન્ડિયનક્યુઈઝીનચેમ્પિયન_વેસ્ટ

#ઉપવાસ
#માઇઇબુક
#cookpad
#cookpadgujarati
#cookpadindia

બાસુંદી(basundi recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪-૫
  1. ૧.૫ લીટર દૂધ (ફુલ ફેટ વાળું લેશો તો જલદી બની જશે)
  2. ૪-૫ ચમચી ચારોળી (આના થી બાસુંદી નો ટેસ્ટ ખુબ જ સરસ આવશે)
  3. ૮-૧૦ બદામ નાં ટુકડાં કરી લો
  4. ૫-૬ પીસ્તાં નાં ટુકડાં કરી લો
  5. ૧૦-૧૨ કેસરનાં તાંતણા
  6. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  7. ખાંડ ટેસ્ટ મુજબ (બહુ ગળ્યું ના ખાવું હોય તો થોડી ઓછી નાંખવી)
  8. ચપટીજાયફળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    એક તેપેલી કે મોટા વાસણ માં પહેલાં ઘી વાળો હાથ કરી અંદરની બધી બાજું ઘી સરસ રીતે લગાવી દો આવું કરવાથી દૂધ નીચેં ચોંટશે નહીં. ઘી ના લગાવવું હોય તો, ૨ ચમચી પાણી નીચે પહેલા વાસણ માં નાંખો પછી દુધ ઉમેરશો તો પણ દૂધ નીચે ચોંટશે નહીં.

  2. 2

    હવે, ગેસ મીડીયમ આંચ પર ચાલુ કરો. અને દૂધ ની એ તપેલી ગરમ કરવા મુકો. દૂધ નીચે ચોંટે ના એ માટે એને એક ચમચા થી વચ્ચે એક -બે વાર હલાવી લો. દૂધ નો એક ઉભરો આવે પછી તેમાં, સમારેલાં બદામ-પીસ્તા, ચારોળી, કેસર અને ખાંડ નાંખી ઉકાળો. હવે, એને સતત હલાવતાં રહો, એટલે ચોંટે ના અને મલાઈ નાં બાઝે. જો જરા પણ ચોંટશે તો બાસુંદી નો ટેસ્ટ બંગડી જશે. લગભગ ૧૫ થી ૨૦ મીનીટ માં દુધ ઓલમોસ્ટ અડધું થઈ જશે. હવે, ગેસ બંધ કરી ઇલાયચી પાઉડર અને જાયફળ પાઉડર ઉમેરો. સરસ હલાવી મીક્ષ કરી લો.

  3. 3

    બસ, હવે તમારી બાસુંદી તૈયાર છે. જો ગરમ ભાવતી હોય તો ગરમ ગરમ એન્જોય કરો. ઠંડી ખાવી હોય તો, થોડી વાર બહાર ઠંડી થવા દો. એ રુમ ટેમ્પરેચર જેટલી ઢંડી થાય પછી એને ફી્ઝ માં ઠંડી કરવા મુકો. સરસ ઠંડી થઈ જાય પછી ઠંડી ઠંડી પીરસો.

  4. 4

    મસ્ત ઠંડી કરેલી બાસુંદી તૈયાર છે. તમે એને એકલી ખાવ કે પછી ગરમા ગરમ ગુજરાતી થાળી માં પૂરી અને મેથી નાં ગોટા જોડે.મને તો એ સરસ ઠંડી કરેલી એકલી જ ખુબ ભાવે છે. ઘરે બીજા બધાને ગરમ પુરી અને મેથી નાં ગોટા જોડે ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

Similar Recipes