ચીઝી મેક્સિકન ટોર્ટિઆ સૂપ વિથ કોર્ન ચિપ્સ(Cheesy Mexican Tortilla Soup With Corn Chips Recipe In Guj

Trusha Riddhesh Mehta
Trusha Riddhesh Mehta @cook_26548237

#GA4 #Week21 મેક્સિકન વાનગી જે ચીઝી અને ટેંગી ગરમાગરમ ઠંડી મા ભાવે તેવી.

ચીઝી મેક્સિકન ટોર્ટિઆ સૂપ વિથ કોર્ન ચિપ્સ(Cheesy Mexican Tortilla Soup With Corn Chips Recipe In Guj

#GA4 #Week21 મેક્સિકન વાનગી જે ચીઝી અને ટેંગી ગરમાગરમ ઠંડી મા ભાવે તેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ થી ૩
  1. સુપ માટે
  2. મોટાં લાલ ટામેટાં
  3. ૧/૨ કપબાફેલી મકાઈ ના દાણા
  4. ૨ ચમચીખાંડ
  5. ૨ ચમચીબટર
  6. ૨ ચમચીફ્રેશ ક્રીમ
  7. મીઠું જરૂર મુજબ
  8. કોનૅ ચિપ્સ નો ભુક્કો
  9. કોનૅ ચિપ્સ માટે
  10. ૧ કપમકાઈ નો લોટ
  11. ૧/૨ કપમેંદો
  12. ૧ + ૧/૨ મોટી ચમચી તેલ
  13. ૧/૪ ચમચીહળદર
  14. ચપટીઅજમો
  15. ૧ ચમચીલાલ મરચું
  16. ૧/૨ ચમચીસંચળ
  17. મીઠું સ્વાદ મુજબ
  18. પાણી લોટ બાંધવા માટે
  19. ચીઝ ગાનિૅૅશીંગ માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કોનૅ ચિપ્સ બનાવવા માટે મકાઈ નો લોટ, મેંદો, તેલ, મીઠું, હળદર, લાલ મરચું, અજમો, સંચળ બધું મિક્સ કરી પૂરી જેવો લોટ બાંધી લો. થોડી વાર રહેવા દો.

  2. 2

    તેમાંથી મોટા લુવા સરખા બનાવી પાતળી મોટી પૂરી વણી લો. કાંટાથી કાણાં પાડી ત્રિકોણ કટ કરી લો. ગરમ તેલમાં કડક તળી લો. તેના પર લાલ મરચું, સંચળ ભભરાવી લો.

  3. 3

    હવે સુપ બનાવવા માટે ટામેટાં ને એક તપેલીમાં અડધા કટ કરી ખુલ્લા બાફી થોડા ઠરે પછી છાલ કાઢી ક્રશ કરી ગાળી લો.

  4. 4

    એક વાસણમાં બટર ગરમ કરો, તેમાં મકાઈ બાફેલી ઉમેરી થોડી સાંતળી લો. પછી તેમાં ટામેટાં નો બનાવેલો પલ્પ, મીઠું, ખાંડ, ફ્રેશ ક્રીમ બધું ઉમેરી થોડી વાર ઉકળવા દો.

  5. 5

    સર્વ કરતી વખતે સુપ બાઉલમાં સુપ કાઢી તેમાં કોનૅ ચિપ્સ નો ભુક્કો ઉમેરી ઉપર ચીઝ છીણી લો. કોનૅ ચિપ્સ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trusha Riddhesh Mehta
Trusha Riddhesh Mehta @cook_26548237
પર

ટિપ્પણીઓ

Similar Recipes