પીઝા ઢોસા (Pizza Dosa Recipe in Gujarati)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876

#GA4
#week22
#પીઝા ઢોસા🍕
ઢોસા અને પીઝા એ બંને બધા ને ભાવતી વાનગી છે. અને એમાં બચ્ચાઓ ને તો અતિ પ્રિય હોય છે.એટલે હું બંનેનું મિશ્રણ એવી પીઝા ઢોસા ની રેસિપિ લાવી છું.જે ટેસ્ટ માં યમ્મી લાગે છે.

પીઝા ઢોસા (Pizza Dosa Recipe in Gujarati)

#GA4
#week22
#પીઝા ઢોસા🍕
ઢોસા અને પીઝા એ બંને બધા ને ભાવતી વાનગી છે. અને એમાં બચ્ચાઓ ને તો અતિ પ્રિય હોય છે.એટલે હું બંનેનું મિશ્રણ એવી પીઝા ઢોસા ની રેસિપિ લાવી છું.જે ટેસ્ટ માં યમ્મી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ થી ૨૫ મિનિટ
૩ થી ૪ વ્યક્તિ માટે
  1. ૫૦૦ ગ્રામ ઢોસા નું ખીરું
  2. ૧ નંગમોટી ડુંગળી(ન ખાતા હોઈ તો એવોઇડ કરવી)
  3. ૧ કપપીઝા સોસ
  4. ૧ કપપનીર ઝીણું સમારેલું
  5. ૧ કપકેપ્સિકમ (લાલ,લીલું,પીળું ઝીણું સમારેલું)
  6. ૧ કપડુંગળી ઝીણી સમારેલી
  7. ૧ કપબાફેલી મકાઈ
  8. ૧ કપચીઝ ખમળેલું
  9. ૧/૨ કપકોથમીર
  10. ૧/૨ ચમચીઓરેગાનો
  11. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  12. ૧/૪ ચમચીતીખા નો ભૂકો
  13. ૧ ચમચીચીઝ પાઉડર(ઑપર્સનલ)
  14. ૧/૨ કપબટર અથવા તેલ
  15. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં પનીર,કેપ્સિકમ,મકાઈ,ડુંગળી અને કોથમીર લયને તેમાં તીખા નો ભૂકો ઉમેરી બરોબર મિક્સ કરી દો.

  2. 2

    હવે ઢોસા ના ખીરા માં પણ થોડું મીઠુંને હિંગ ઉમેરી ને હલાવો.

  3. 3

    ત્યારબાદ ગેસ પર ઢોસા ની લોઢી ગરમ કરો અને ગરમ થાય એટલે તેમાં ચમચા કે વાટકી તમને જે ફાવે તેના થી ઢોસા નું ખીરું એક જ દિશા માં ગોળ ફેરવી ને ફટાફટ પાથરો.

  4. 4

    ➡️*હવે ની પ્રોસેસ થોડી ઝડપી કરવાની રહેશે.
    ત્યારબાદ ગેસ ધીમો કરી ને તેમાં જરાક જાળી પડે એટલે તેની કિનારી પર બટર અથવા તેલ લગાવો અને ઢોસા પર પીઝા સોસ પાથરો.

  5. 5

    પછી તેના પર જે આપડે તૈયાર કરેલું પનીર ને વેજિટેબલ નું મિશ્રણ પાથરો.

  6. 6

    અને છેલ્લે ચીઝ ખમળેલું નાખી ને ઉતારો ઉપર થી ચીલી ફ્લેક્સ,ઓરેગાનો અને ચીઝ પાઉડર ભભરાવી સર્વ કરો.

  7. 7

    ➡️*આમા સંભાર ની જરૂર પણ નથી પડતી..સોસ કે ટોપરની ચટણી સાથે પણ મસ્ત લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
પર
Cooking is my passion👩🏻‍🍳
વધુ વાંચો

Similar Recipes